SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ . દેશમ આ વાત તદન ભેળ અને અકલવગરના અગાઉના રજવાડી સિપાઈના નમુના વિષેની છે. જવ તે ગયે પણ રંગ તે રહ્યા. * એક રેવાસી હોળી પરણેલો હતું, પરંતુ તેની ઓરત ઘેર આવતી નહતી. વારંવાર બિચારો કેળી તેડવા જાય, ત્યારે ઓરતને પક્ષ કરી, તેનાં માબાપ એવું બહાનું બતાવતાં કે, તેના પગ પર મેદીનો રંગ મૂકેલ છે, તે રંગ રસ્તામાં રહે નહિ, માટે હમણા મેકલીશું નહિ. તજવીજ પણ એમજ રાખેલી કે ધણું તેડવા આવે કે તેજ વખત પગ ઉપર મેંદી રંગ નવેસરથી મૂકે, અને જ્યાં સુધી તે રહે, ત્યાં સુધી તે રંગને ઘણી તરેહથી સાચવી રાખે. પગ ધૂએ નહિ, બહાર તળાવ કે નદીએ જાય નહિ. એવી રીતે પિતાના ધપણને દેખાડવા ઢગ કરી મૂકે. જ્યારે પણ વિલે મેટે પાછો ઘેર જાય એટલે પાછું કાંઈજ નહિ. આવી રીતે દશ વીશ વખત તે કળીને નકામા આંટાફેરા થવાથી ઘણા ઘુસ્સે થયે, ને પિતાની ઓરતને છાની રીતે ઉપાડી લઈ જવાનો નિશ્ચય કર્યો. પણ પ્રથમ કઈ ચાર પાંચ નાતીલાને જાહેર કરવું એ વધારે સારું છે, એમ સમજી તે થોડા ન્યાતિલાને જાહેર કરી, આરતને તેડવા જોડે લઈ ગયે. તે લોકોને જોઈ તે પગ ઉપર મેંદીનો રંગ લગાવી દીધે. ઓરતને મોકલવાનું કહેતાં તેનાં માબાપે રંગ જતો રહેવાનું બહાનું બતાવ્યું, તેથી સાથેના ન્યાતિલાઓએ ઘણો ઠપકો દીધું કે, અમેટાં છોરૂ સાસરે સારાં.” રાજાને શું કમી હોય છે, પણ તેની દીકરીએ પરઘેર જાય છે. કેમકે દીકરી તે સાસરે કે મસાણુ શેભે! આમ ઘણી રીતે સમજાવતાં પણ હઠીલાં સાસરીઆં એકનાં બે થયાં નહિ. છેવટે નાતબાર મૂકવાનો ભય બતાવ્યું. એ થી એ બાઈને તેના ધણી સાથે સાસરે મોકલવા ઠરાવ્યું તો ખરું, પણ તેને પગે મેંદી રંગ છે, તે રંગને કાંઈપણ હરકત ન થાય એવી શરતે કબુલ કર્યું. આ શરત કરવાને તેમનો હેતુ એ હતું, કે રંગને હરકત થયા સિવાય તે લઈ જઈ શકે તેમ નથી, તે “એ પાણીએ ટેઠા મગ ચડવાના નથી” પણ તેમાં તેઓ નિષ્ફળ થયા. ધણીનો ઈરાદે તે ગમે તેમ કરી “દળણું દૂળતાં પણ વસ્તી રાખવા” ન હતું, તેથી તે કંટાળી ગયેલ ધણીએ રંગ રહેવા દેવાની શરત કબુલ કરી, ઓરતને પિતાની જોડે લીધી. પગના કૌતુકમાળા.
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy