________________
૨૫૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
પછી પરાયા પ્રાણ હરે, વીવાની વરશી તે કરે. બેલિ ન જાણે વિગતે બેલ, તેનો તે શે કહિયે તેલ, સભા વિષે પછિ જે સંચરે, વીવાની વરશી તે કરે. . નીતીનું તે ન મળે જ્ઞાન, પૃથ્વી પતિને થાય પ્રધાન સંધિવિગ્રહ શું સાંભરે, વીવાની વરશી તે કરે. ભય નિર્ભયનું ન મળે ભાન, એને કરિયે આગેવાન તે લશ્કર તે સઘળું મરે, વિવાની વરશી તે કરે. સજે ભલે શોભીત વેષ, લાયક ગુણ તે ન મળે લેશ તેનાથી કંઈ શું સુધરે, વીવાની વરશી તે કરે.
એ પણ એક ગમાર.
દેહા. . આખાની આશાથકી, અધે તજે આહાર; પછી પૂરો પસ્તાય છે, એ પણ એક ગમાર.૨૫ જે વસ્તુ જાતી રહે, એને શેક અપાર; કરે સદા સંભારીને, એ પણ એક ગમાર.૨૬ જેની સોબતથી થયું, અતિ દુખ એકવાર; વળી તેની સાથે વસે, એ પણ એક ગમાર.૨૭ સહસા કામ સમેટીને, વળતી કરે વિચાર; પાણી પીને ઘર પૂછે, એ પણ એક ગમાર ૨૮ વાદે નાણું વાવરે, આપે બની ઉદાર, કરજ કર્યાને ડર નહિ, એ પણ એક ગમાર.૨૯ ભૂતળમાં ભંડાઈને, ભરે ભલો ભંડાર, સાબાશી સપને ન લે, એ પણ એક ગમાર.૩૦ સારુંનરસુંશોધિને, જુએન સારઅસાર, ગોળ ખોળ સરખાં ગણે, એ પણ એક ગમાર.૩૧ છત ઝાઝી ઘરમાં છતાં, નામ ધરે નાદાર, કૃપણપણું પોતે કરે, એ પણ એક ગમાર.૩૨ ઘરધણિયાણીથી લડી, બાળીદે ઘરબાર; વિમાસણ વળતી કરે, એ પણ એક ગમાર.૩૩ કરી ન પાળે કઈ દિન, વળતી વધે વિકાર, ભારે પીડા ભેગવે, એ પણ એક ગમાર.૩૪ વિખનું જેવા પારખું, તે મુખમાંહી લગાર; મેહિ વગર મતે મરે, એ પણ એક ગમાર.૩૫ સમજે જે જન સર્વથી, હુંજ ઘણે હુંશયાર પછી ન પૂછે કેઈને, એ પણ એક ગમાર.૩૬ ચડે નજર જન ચાલતાં, ચાલે લાલાર, પ્રીછે નહિ પરિણામને, એ પણ એક ગમાર.૩૭ વિરૂદ્ધ દીસે વિશ્વમાં, એમ સજે શણગાર, અપજશથી નવ સરે, એ પણ એક ગમાર ૩૮ કરે ખુશામતખોર જન, વખાણ વારંવાર સાચું માને સર્વતે, એ પણ એક ગમાર.૩૯ ઉપજ ખરચના આંકને, શેળે નહિ શુમાર; વણલેખે ધન વાવરે, એ પણ એક ગમાર..૦ ભેળપણાથી ભૂમિમાં, ગાય વારેવાર કપટ કશું ન કળી શકે, એ પણ એક ગમાર.૪૧ તનની પીડા ટાળવા, કરેનહિ પ્રતિકારક ભર્સે કરે ભવિષ્યને, એ પણ એક ગમાર.૪૨ માલ તજી મીઠાશને, વિખની ભારે વખાર; સાલે સિને સાલસમ, એ પણ એક ગમાર.૪૩ ઉદ્યમને અળગો ધરી, જેને રમે જુગાર છે ધન એમાં થકી, એ પણ એક ગમાર.૪૪ પાપે પેટભરે સદા, ચહેસ્વરગ સંચાલકે રાખે ભગતને, એ પણ એક ગમાર.૪૫