________________
૨૪૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
પુછયું કે–તારી શું ફરીયાદ છે? બીજી સ્ત્રીએ જણાવ્યું કે “નેક નામદાર! મારી એ ફરીયાદ છે કે આ સ્ત્રીએ જે આપ હજુર ફરીયાદ કરી છે, તે તદ્દન પાયા વગરની છે; ઉલટ ચાર કેટવાળને દંડે તેવું તેણે કરવા માંડ્યું છે; કેમકે એ દીકરો મારો જ છે; છતાં કેવળ બદદાનતથી “મારે છોકરે છે એ દાવો ધરાવે છે; પરંતુ છેવટ ન્યાયીનામદાર આગળ દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં વિભાગ પડશે.” આ પ્રમાણે પરસ્પર વિરેધી ફરીયાદ સાંભળી શાહ ભારે મુઝવણમાં પડયે તેથી બીરબલે અરજ કરી કે-મુંઝવણમાં પડવાનું કહ્યું કારણ નથી, માત્ર કરવતવડે એ છોકરાના બે ભાગ કરી બન્નેને આપી દેવા એટલે તકરાર પતી. એમ કહી વધ કરનારને બોલાવવા સીપાઈને હુકમ આપ્યો; એટલે જે છોકરાની સાચી મા હતી તે ગભરાઈને બોલી કે–ગરીબ પરવર! મારે એ છોકરાની જરૂર નથી, તે હું મારે દાવ પાછા ખેંચી લઉં છું, કેમકે છોકરાને કાપી તકરાર પતાવવી તેથી તે એ બહેતર છે કે, ભલે એજ છોકરાને લઈ જાય. જે જીવતે હશે તે હું તેને દૂરથી નિહાળી આનંદ પામીશ; પરંતુ નાહક તેનું નિકંદન કરાવવું એ હું દુરસ્ત ધારતી નથી. ભલે એ છોકરાને આ બાઈ લઈ જાય. પ્રભાકર પંડિતના સરખું અભ્રષ્ટ અને તભ્રષ્ટ થવાથી પરિણામે પશ્ચાત્તાપનો પાર રહે નહિ. શાહે પુછ્યું કે-તે પ્રભાકર શી રીતે બને તરફથી ભ્રષ્ટ થયા? અને પરિણામે કેવા પ્રકારે પશ્ચાતાપ કરવો પડયો ?”
સ્ત્રી બેલી કે “પ્રભાકર નામને એક પંડિત પરદેશથી વિદ્યાભ્યાસ કરી પોતાના ઘરભણ પાછો ફર્યો, તે વખતે એક ગામમાં રાત્રિએ વિશ્રામ લેવા માટે લેકને પુછયું, કે આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? લોકેએ કહ્યું કે હા. એક બ્રાહ્મણનું ઘર છે, શું તમારે રાતવાસો કરે છે? જુઓ પેલું સ્વામું દેખાય તેજ ઘર. પછી પ્રભાકરે ત્યાં જઈ ઉતારે લીધે અને તે ઘરવાળા બ્રાહ્મણની સ્ત્રીએ સત્કાર કર્યો. તથા ખાનપાનની પણ સગવડ સાચવી શયનમાટે ગોઠવણ કરી આપી. પ્રભાકર પણ તે લોકની બરદાસથી ખુશી થયો અને નિદ્રાને સ્વાધીન થઈ આરામમાં રાત્રિ વ્યતીત કરી પ્રાત:કાળે ડાઈધાઈ સંધ્યા પૂજા કરી ભેજન આરેગી આરામમાં બેઠે, તે વખતે પ્રભાકરને તે બ્રાહ્મણ પુછવા લાગી કે મહારાજ ! આ મારા બે છોકરા છે તેને જઈઓ દેવી કે સુનત કરાવવી ? આ વાક્ય સાંભળી પ્રભાકર તે બિચારો વિચારમાં પડયો કે બ્રાહ્મણના છોકરાને સુનત કરવી કેવી ?! એમ વિચારી પ્રભાકર બેલ્યો કે “બાઈ ! બ્રાહ્મણના દીકરાને તે જોઈને જ અધિકાર છે. પણ તમે સુનત કહો છે તેનું કારણ શું ?! બાઈ બોલી કે “વીરા, હું પહેલાં તે બ્રાહ્મણી હતી