________________
પરિચ્છેદ બુદ્ધિ-અધિકાર.
૨૪૩ =======ઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝઝનજરના કઢંગી રીત માટે ઘટતે ઉપાય લેઈ તેને શાસન અપાય તે ઠીક; કારણ કે તે શિવાય તેમનો જીવ ટેકાણે આવશે નહિ!” આ પ્રમાણે ફરીયાદીના છોકરાઓનું બોલવું સાંભળી ફરીઆદીને પુછયું કે “આવિષે હવે શું બેલવા માગે છે?” તે સાંભળી સે અરજ કરી કે “નેકનામદાર ! એ બોલવા માગું છું કે હું દિવાને નથી! છેકરા કે કે મનુષ્ય પૈસા સાથેજ સગાઈ ધરાવે છે એ આપ સાહેબથી અજાણ્યું નથી! મારી પાસે કશું નથી એમ મેં એકરાઓને દર્શાવ્યું તેથી મને તેઓએ ત્યજી દીધો છે; મેં વૃદ્ધાવસ્થામાં કામ આવે એવા હેતુથી આ વિશ્વાસુ વાણિઆને છોકરાઓ ન જાણે તેમ રૂપિયા સોંપ્યા હતા. તે વખતે કઈ સાક્ષી નહેતું, માત્ર આંબાના ઝાડતળે ગણી આપ્યા અને એ લઈ ગયો!” આ પ્રમાણે ફરી આદીનું બોલવું સાંભળી બિરબલે પુછયું કે,“ જ્યારે આંબાના ઝાડનીચે બેસી ગણી આપ્યા છે ત્યારે શું ફિકર છે? જાઓ આંબાને જઈને કહો કે “નામદાર સરકાર તને મારીવતી સાક્ષી પુરવા ફરજ પાડે છે માટે તે વિષે તારે શું વિચાર છે? અને તે કેવા પ્રકારે સાક્ષી આપવા ચાહે છે?” આવું બિરબલનું બોલવું સાંભળી સર્વ સભાજનોને નવાઈ જેવું લાગ્યું! વાદી ત્યાંથી આંબા તરફ ચાલ્યો. આશરે ઘડી થવા આવી એટલે બિરબલે બહુજ તાકીદ બતાવી કહ્યું કે “ હજુ સુધી વાદી ઝાડ પાસે જઈને કેમ આવી પહોંચ્યા નવિ ? કેટલી બધી વાર ! તે સાંભળી પ્રતિવાદી કહે સાહેબ તે આંબો દૂર છે તે સાંભળી બિરબલ બોલ્યા કે જ્યારે તે ફરીયાદીની થાપણ રાખી જ નથી અને તે વાતજ તદન ખોટી છે તે તને શું ખબર ? કે તે ઝાડ દૂર છે! માટે મારી ખાત્રી આ તારા શબ્દથી જ થાય છે કે તે તેજ આંબાના ઝાડતળે ફરીયાદીની થાપણ ગ્રહણ કરી છે એમાં જરા શક નથી ! માટે જલદી આપી દે નહી તે સખ શિક્ષાને પાત્ર થઈશ!” આથી પ્રતીવાદી ગભરાયો અને ગુપચુપ તે થાપણના ૧૦૦૦ રૂપિયા લાવી ફરીયાદીને સ્વાધીન કર્યા. આ જોઈ બાદશાહ અને કચેરીમંડળ બિરબલના બુદ્ધિબળની ઘણી જ તારીફ કરવા લાગ્યું.
બુદ્ધિથી અદ્દલ ઇનસાફ એક સમય કઈ બે સ્ત્રીઓ શાહ હજુર આવી, તે પૈકી એક જાણીએ ફરીયાદી કરી કે “મારે દીકરે આ છિનાળ ધુતારીએ ફેસલાવી ફટાવી પોતાના કબજે કરી લીધો છે માટે મારે હવાલે કરાવવો જોઈએ.” શાહે બીજી સ્ત્રીને
* બિરબલ અને બાદશાહ.