________________
ભારતવાસીઓને મારો એક સંશો.
જાણીતા ઘણા વિદ્વાનોના સમાગમમાં આવ્યું હતું તે પ્રસંગે રાજકેટમાં કવિ શ્રી ન્હાનાલાલના અતિથિ તરીકે રહેવાને મને સમય પ્રાપ્ત થયું હતું. નીતિ સંબંધમાં અમારે સારી વાતચિત થઈ હતી. રાજનીતિ, લોકનીતિ, ગૃહનીતિ, પંથનીતિ એમ એકની એક નીતિનાપણું અનેક વિભાગ થઈ જાણે સત્યતા અને વિશુદ્ધિને માર્ગ પ્રત્યેક સ્થાન અને પ્રસંગને માટે જુદાજુ હય, તે પ્રચાર દીર્ધકાલથી પ્રચલિત છે, છતાં પ્રસિદ્ધ નીતિ એ કાંઈક જુદી વાત છે. તેને ધર્મ નીતિ સાથે કંઈક વધારે સંબંધ છે. ચારિત્ર એ ધર્મનીતિનું અગ છે. નીતિ એ ધર્મરૂપી મહાલયને પામે છે. ધર્મહિત નીતિ અધિક લાભ આપે એ અસંભવિત છે, માટે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવું તથા ધર્મનીતિ પ્રમાણે ચારિત્ર નિર્ગમવું એ સાચા સુખના મંગલમય મહામત્રે છે.
ગોંડલ રાજ્યના કાર્યદક્ષ દિવાન અને મારા મુરબ્બી વિદ્વાન મિત્ર ભાઈ રણછોડદાસ પટવારીએ ધર્મ અને નીતિપરત્વે વિચારવાયેગ્ય લેખ લખ્યા છે, અને તેમણે કર્મનીતિની અધિક મહત્તા દર્શાવી છે.
વાચક–આ સંદેશાને હવે હું અધિક લંબાવવા ઈચ્છતો નથી, પણ આ બહુમૂલ પ્રતિવનિ દૂરના પ્રદેશો સુધી પહોંચે, અને પ્રત્યેક સ્ત્રી પુરુષ વિચારપૂર્વક સદાચારમાં સંચરે તેમજ તેમનાં જીવન ઉન્નત અને નિષ્ફટક બનાવે એજ સંદેશની સાર્થકતા છે.
ભાષા––ભાષા અમારા વિચાર પ્રમાણે ગોઠવાઈ છે. ડે. મેક્ષમ્યુલર જેવા સમર્થ પંડિતાએ ભાષાને માટે તેવું જ મત પ્રગટ કર્યું છે.
ભાષા એટલે વિચારને આપેલા વેષ. કેવા કેવા વેષવાળો વિચાર કેવી અસર કરી શકશે એ વિવેકપૂર્વક જાએલી શબ્દરચના, એટલું નિશ્ચયપૂર્વક સમજી રાખવા ભાષાને અમુક પ્રકારને આપણે સ્મરણમાં લાવવા પડે છે, અને ભાષાનું આ સ્વરૂપ લક્ષમાં ન રહેવાથી બહુ બહુ પ્રકારની ભૂલે થાય છે.
અન્તમાં એમ લખવાને ઉચિત સમજાય છે, કે મ. વિનયવિજયજીએ સાહિત્યપરત્વે જે આ પ્રવૃત્તિ આદરી છે તેમજ રસાત્મક લખાણે ચૂંટી લઈ તે પર વિવરણ કરવાનું વિચાર્યું છે, તે દરેકને બહુ બહ પ્રકારે ઉપયોગી છે. જ્યારે આવા નિષ્કામ યેગીઓ જનસેવાઅર્થે સંખ્યાબંધ હિંદમાં ઉભરાશે, ત્યારે ભાગ્યવાન ભારતના અભ્યદયને સુવર્ણમય સૂર્ય સર્વત્ર ઝગમગશે તેમાં બીલકુલ આશ્ચર્ય નથી.
કાવ્યલામંદિર શુક્લપંચમી માગશીર્ષ.
૧૯૭૫ એારસદ.
રતનલાલ નાગરદાસ વકતા,
લેખક,