________________
પરિચછેદ.
બુદ્ધિ-અધિકાર,
૨૩૩
રાક આપવા છતાં વજનમાં વધારે ઘટાડો ન થવા દેવો એનો શી રીતે ઘાટ ઉતરે? ખોરાક મળે એટલે વજનમાં વધેજ જોઈએ, તેમ એને ખોરાક ઓછો આપવા હુકમ નથી ! માટે સહુનું મહેત ફરી વળ્યું છે, બાકી કશો ઉપાય થવાનો નથી !” એમ વિચારી સઉકે ઉદાસ બની ગયા. તે વાત બિરલના જાણવામાં આવી. તે જાણી ચેતી ગયે કે “મને શોધી કહાડવાનીજ આ યુક્તિ છે.” એમ વિચારી બીરબલે ઘરવાળા પટેલને કહ્યું કે “ પટેલ! આજસુધી તમારે આશરે હું રહ્યો તેને બદલે વાળવા મારાથી કશું બની શક્યું નથી, પણ આજે તમારા ઉપર જે સંકટ આવી પડયું છે તે દૂર થવાને રસ્તો મને સૂઝી આવ્યું છે તે તમને બતાવું છું. જે તે પ્રમાણે તમે કરશો તે તમારા ઉપર આવેલું દુઃખ દૂર ટળશે.” ( આ પ્રમાણે બીરબલને બોલવું સાંભળી પટેલ બે કે “ભાઈ ! જે તમે આ દુ:ખમાંથી છુટવાનો રસ્તો બતાવશે તો હું તમારો જન્મસુધી ગુણ ભુલીશ નહિ અને તમે જ જીવિતદાન આપ્યું એમ સમજીશ.' બીરબલે કહ્યું કે “ તમારા ગામમાં ફકીરે જે વાઘ પાળે છે તે વાઘની પાસે આ આવેલા બોકડાને થોડીવાર લઈ જઈ બાંધે તેથી તે વાઘના ભયથી જ દાણચારે ખાતાં છતાં પણ વજનમાં વધશે નહિ; અર્થાત્ આજે જેટલે વજનમાં છે તેટલો જ મહીનાની આખર તારીખે રહેશે, વધારે એ થશે જ નહિ. પરંતુ આ યુક્તિ મેં બતાવી છે એવું કેઇના જાણવામાં આવવું ન જોઈએ.” બીરબલના કહેવા પ્રમાણે પટેલે યુતિ અમલમાં લીધી તેથી આખર તારીખે બેકડ તેટેજ વજનમાં રહ્યો અને તે બાદશાહકને પહોચાડવા પોતે પણ સાથે ગયે. બાદશાહે દરેક ગામથી આવેલા બોકડા જોખી જોયા તે તે વજનમાં વધારે ઓછા થયા પણ આ પટેલના ગામમાં રહેલા બોકડો સરખા વજનનો થયે જાણી શાહને ખાત્રી થઈ કે તેજ ગામમાં બીરબલ છુપાઈ રહ્યો છે, પછી પટેલને પૂછતાં ઉત્તર મળ્યો કે “નામદાર ! અમારે ત્યાં એક મેમાન ફરતો ફરતો આવી ચઢવ્યો હતો તેણે આ ઉપાય બતાવ્યો હતો, તે પ્રમાણે મેં અજમાવ્યો. તે જાણી શાણુ શાહે મોટા ઠાઠથી સ્વારી મોકલી તેજ ગામથી બીરબલને તેડી મંગાવ્યો તથા પ્રથમ કરતાં પગાર માન અકરામ વધારી પ્રધાનપદને પોશાક બક્ષ્યો.
તદનંતર તુર્કસ્થાનના શાહનો આવેલે રૂક્કો વંચાવ્યો. ઘડે ભરીને અકડલ મોકલવી તે વિષે તજવીજ કરવા શાહે બીરબલને ભલામણ કરી, તેથી બીરબલે એક માટીને ઘડે લાવી તેમાં એક તુંબડાના વેલાએ વળગેલું હાનું તુંબડું ગોઠવી દીધું. દિવસે દિવસે તે તુંબડું મેટું થતું ગયું. ઘડે તુંબડાના