________________
પરિચછેદ.
બુદ્ધિ-અધિકાર.
૨૩૧
તે અત્તરથી ભરી કઢાવ્ય અને શહેરના લોકોને બોલાવી તેને લૂંટાવ્યા; અર્થાત જે જેની મોજમાં આવે તેમ તેમાંથી અત્તર લઈ જવા હુકમ આપે. આ બેનાવ બિરબલના જોવામાં આવવાથી તે હજનજીક આવ્યો અને તેને જોઈ શાહે કહ્યું કે “કેમ બિરબલ! કેવી મજા ઉડી રહી છે?!” તે સાંભળી બિરબલ બોલ્યો કે “હજૂર બેઅદબી માફ કરશો પણ જે બુંદથી ગઈ છે તે હોજથી સુધરવાની છે?”
આ પ્રમાણે બિરબલનું ભાષણ સાંભળી શાહને ગુસ્સો આવ્યો કે “બિરબલે મારી હલકાશ બતાવી! પરંતુ તે ગુસો પ્રગટ કરે એ વધારે હલકાશ બતાવવાને થઈ પડે, માટે અત્યારે કશું ન બેલવું પણ પછી વાત !” એમ વિચારી ત્રીજે દિવસથી બિરબલની સલામ લેવા બંધ કરી અને નિત્યના નિયમ પ્રમાણે તેને બેલાવો બંધ કર્યો. તે જાણી બિરબલે વિચાર્યું કે “શાહને મારા ખરા બોલથી માઠું લાગ્યું, હશે! ખેર તે સઘળું ઠીક કરીશું, પરંતુ મારે હાલ અહીંયાં રહેવું એ ઠીક નહિ; કેમકે શહેરમાં રહેવું અને દરબારમાં જવું નહિ ! તે બનાવ જાણ પ્રતિપક્ષીઓ રાજી થાય તથા શાહની અને મારી મિત્રાનો અભાવ સમજાય, તેવો લાગ પ્રતિસ્પધીઓને મળવા દેવો નહિ જ જોઇએ, માટે બહારગામ જવું એ વધારે સારું છે.” એમ વિચારી બુદ્ધિનિધાન બિરબલ શહેરમાંથી ગુપચુપ રીતે પ્રયાણ કરી એક લ્હાના ગામડામાં પાટીદારના ઘરમાં પિતાનું નામઠામ ખરું ને બતાવતાં અન્ય નામ ઠામ બતાવી ત્યાં રહ્યો.
બાદશાહે બિરબલની સાથે દિલની ઓછાશ દેખાડી તો ખરી; પણ બિરબલની સાથે એવો સજ્જડ સંબંધ જોડાઈ ગયું હતું કે તે શિવાય એક દિવસ પણ ચાલી શકે નહિ તે પણ ગુસ્સાને લીધે આઠ દિવસ તેની ખબર લીધી નહિ; પરંતુ કચેરીમાં તો દરરોજ નવા ચમત્કારિક કેસ (ફરીયાદ) આવ્યાજ કરતા હતા અને તેના ફેંસલા આપવા વખતે બિરબલ યાદ આવ્યા વગર રહેતો નહોતો. છેવટે તેના વિના ન રહેવાયાથી સીપાઈઓને મેકલી તેડું કર્યું પણ “તે ગામ ગયો છે એવા સમાચાર મળ્યા; તેથી જાણ્યું કે “સ્નેહના હકકમાં હું મોટાઈમાં તણાઈ સલામ બંધ કરી તેથી તેને પણ માઠું લાગ્યું. માટે રીસનો માર્યો ગામ ચાલ્યો ગયો હશે પણ ગમે તે પ્રકારે એની શોધ કરી પાછો બોલાવી લે એમાંજ મારું ભૂષણ છે! રાજયમાં એવા સલાહકારવિના તમામ બાજી રદ્દ થઈ જાય.” એમ વિચારી ગામેગામ ખેળ કરાવી પણ પત્તો લાગે જ નહિ. એમ કરતાં છ માસ વીતી ગયા તેથી દેશદેશ વાર્તા ફેલાઈ કે “અકબરશાહના રાજ્યમાં (હજૂરમાં ) જે ચતુર અકકલવાન અને