________________
પરિ છેદ
- બુદ્ધિ અધિકાર.
૨૨૩
જે તારા મનમાં ખટક હોય તે બેધડકથી કહે એટલે તેને નિકાલ આવે. ગભરાય છે શાને !” આ પ્રમાણે શાહનું પ્રીતિયુક્ત બેલવું સાંભળી પિતાની ધારણાને પાર પાડવા બેલી કે “શું તમે મારું કહેવું માને છે? કેક તે પાછળ બેલે પણ હું તે આપના હેડેજ કહું કે એક રતિભાર મારું મન આપ રાખતા જ નથી ! અને જે રાખો છે એ વાર્તા સિદ્ધ હોય તે તેની મને ખાત્રી કરાવવા એક સુકન આપને અત્યારે કહું છું કે બિરબલને એકદમ તેના હોદા ઉપરથી દૂર કરી મારા ભાઈના પાસેથી છીનવી લીધેલી જગ્યા પાછી મારા ભાઈને સુપરદ કરો ! જે નહિં કરો તે તુરત આપના પ્રેમપતંગને રંગ દેખાડી દઈશ, એટલું જ નહિ પણ તે સાથે હું મારા વહાલા પ્રાણને અકાળે જીનતમાં મોકલી દેઈશ! બસ આ છેલ્લું જે કહેવાનું હતું તે કહી દીધું” આવાં “છેલે કયારે પાણી પહોંચ્યાં સરખાં દુખદ વચનો સાંભળી શાહ મહા મુંજવણના વંટેળીઓમાં ઘેરાય. અહા ! સ્ત્રીઓ કેવી મૂખ હોય છે? કેવળ પિતાની વાત સાચી કરવા, સર્વેનું અકલ્યાણ કરવા યજ્ઞ આદરે છે? ધિ:પ્રકાર છે સ્ત્રીહઠને !ભલે તેણી સ્ત્રીહઠ કરી પ્રાણ ત્યજી દે તેની મને જરા દરકાર નથી ! એક કરતાં એકાશી તેવી સ્ત્રીઓ મને મળશે, પરંતુ બિરબલ સરખો વિદ્વાન બુદ્ધિશાળી નરરત્ર મંત્રી મને મળ મહા મુશ્કેલ છે. માટે હું તેને હઠ પ્રમાણે કદિપણ ચલાવવા ચાહિશજ નહિં! સાચી મહોબત મરદની કે ખરી વખતે માથું કુરબાન કરે ! રાંડનું મહે સાચવવાથી શું દારિદ્ર મારવાની હતી? શું એક સ્ત્રીનું કહ્યું માની મારું વચન ફેક કરૂં? “ વચન પાળે તે રાય બાકી તે રાંડરાંડો !' માટે ગમે તે થાય પણ જે મેં ટેક ૫કડી તે જાળવતાં થાકાનોના વપરાશકીશો - એવા નિ. શ્રય ઉપર આવી શાહે આવેશસાથે કહ્યું કે “તને બિરબલના બુદ્ધિબળવિષેની અનેક વખત પ્રતીતિ મળી છે છતાં તે નરરત્રનું નિકંદન થવા ચાહે છે એનું પરિણામ સારું આવશે જ નહિં! જે વાતમાં પાછળથી પસ્તાવો થાય તે વાતમાં પ્રથમ વિચાર કરી પોતાને લાભાલાભ તપાસી પ્રવેશ કરીએ તો વિશેષ લાભ થાય છે. માટે હૈયું ઉઘાડી ઉડું તપાસી જે ! તેમ કરતાં પણ તને મારી સુશિક્ષા અસર ન કરતી હોય તો ભલે ! તું પ્રાણ ત્યજીશ એમાં તને જ હાનિ છે? પરંતુ હું મારી રાજનીતિ, ટેક અને નેકને એબ લગાડવા હાલા વિવેકી બિરબલને ત્યજીશ નહિ? કેમકે કસુર શિવાય તેને એક સુખન પણ કેમ કહેવાય ? માટે જે કસુર હોય તે બતાવ તે તેને ઠબકે દઉં, પણ તેને પદભ્રષ્ટ કરવો એ મારાથી તે નહિંજ બ” વાહ ધન્ય છે એવા અટકી ગુણગ્રાહી નીતિવાન નરવને !!!