________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
રાજા કેને માનશે કે જે રાજ્યપદે સ્થિત હશે, રાજાના વસ્ત્રાલંકારથી, તેની રાજ્યસત્તાના સામર્થ્યથી અને તેના પ્રમાણમાં સમૃદ્ધિયુક્ત હશે તેને જ રાજા માનશે. .
તેવીજ રીતે તેવા લાખો તો શું પણ કરેડ ચક્રવત્તી રાજાઓ પણ જેના દર્શનની ઈચ્છા કરે છે, જેના સામર્થ્યની ઈચ્છા કરે છે અને જેદ્વારા પોતે સુખી થવા માગે છે તે એક આખા વિશ્વના પતિ પરમાત્મા થવું તે કાંઈ કે બલવા માત્રથી જ થવાતું નથી.
આપણે માનીએ છીએ કે આપણે પરમાત્મસ્વરૂપ છીએ પરંતુ આ વિચાર આપણું મનમાં એક વખત કરી અને તેને વળગી રહેતા નથી. દિવસમાં એકાદ વખત આ વિચાર કરી બાકીનો બધો વખત તેથી ઉલટા, દુ:ખના, કામના, શોકના અને કલેશના વિચાર કરીએ તે પછી આપણામાં પરમાત્માના ગુણો શી રીતે આવી શકે?
આપણે બહાસ્વરૂપ છીએ એ વાત સાચી છે. પરંતુ માત્ર માટે બોલવામાત્રથી નહિ, આપણે જ્યારથી આ વાત જાણું ત્યારથી જ આ વિચાર આપણામાં અખંડિતપણે જાગ્રત રાખો.
જ્યારે પરમાત્મા તેજ આપણું સ્વરૂપ છે તે પછી પરમાત્માના જે ગુણધર્મો તે આપણામાં આવવા જ જોઈએ.
અને તે જ્યાં સુધી આવ્યા નથી ત્યાંસુધી આપણે બ્રહ્મસ્વરૂપ છીએ એ વાત મુખથી બોલીએ તે માત્ર ઢગજ છે. અને બીજાને બતાવવા અને ઉપદેશ કરવા ખાતરજ છે એમ સમજી શકાય છે.
આપણે પરમાત્મસ્વરૂપ છીએ એવું માનવા લાગ્યા કે તેજ ક્ષણથી પરમાત્માના ગુણધર્મોને આપણે જાણવા જોઈએ. અને જાણી તે ગુણધર્મોને આપણામાં સ્થાન આપવું જોઈએ. 1 મોટેથી બેલીયે કે હું પરમાત્માસ્વરૂપ છું અને પછી બહાર નીકળી બજારમાં ગયા અને ત્યાં શાક લેતાં કાછીઆને જરા તાજવું ઉંચું જતું જોઇ, સાળા જેતે નથી કે આતે ઘી છે કે શાક? આંખો છે કે નહિ? આટલું બધું ઓછું શાક તે હું લઈશ?” આમ કહી બે ચાર ગાળો ચોપડી દેવી, અને સામી તેની સાંભળવી, એ કાંઈ પરમતત્વનું લક્ષણ છે? ઘરમાં પોતાની સ્ત્રીથી અાણતાં પાણને ઘડો ફુટી ગયે કે તેને પણ બે ચાર સંભળાવી લાકડી લઈ પુષ્પાંજલિ આપવી, આ શું પરમાત્માનું લક્ષણ છે? કદી જ નહિ. આવા પ્રસં.