________________
પરિ છે,
વિચાર–અધિકાર.
૧૯૫
ણને ત્રાસ આપે છે. પરંતુ જ્યાં આપણે આપણી વૃત્તિઓ પરમાત્મામાં જોડી રાખીએ છીએ ત્યાં તેવા દુ:ખકર પ્રસંગો આવી શક્તા નથી.
પરમાત્મા એજ જ્યારે આપણું ખરું સ્વરૂપ છે અને તેજ ભાન જયારે આપણે અહોનિશ કાયમ રાખી રહીયે છીએ, તે પછી તેમનું જે સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, આદિ સામર્થ્ય આપણને કેમ પ્રાપ્ત ન થવું જોઈએ ? (જ્યાં સુધી સામર્થ્ય આપણને પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી આપણે માત્ર મુખથીજ છેલીયે છીએ અને તે માત્ર મુખથી બોલી લોકોની આગળ આડંબર બતાવવા જેટલું જ નહિતે જ્યારે તમો ખરા અંત:કરણથીજ માનતા હતા પરમાત્માના સર્વ સામર્થ્યને તમારામાં આવિર્ભાવ થેજ જોઈએ.
તો હું પરમાત્મા છું તેવું મેઢે બેલે, બીજાને કહો કે ભાઈ આપણે તો બ્રહ્મસ્વરૂપ છીએ. અને દેવપૂજા કે ઈશ્વર પાસના કરતી વખતે હું આત્મસ્વરૂપ છું એવી ભાવના કરે તેથીજ કાંઈ આત્માનું સામર્થ્ય તમારામાં આવી શકવાનું નહિ. કારણ કે જ્યાંસુધી માત્ર મેં બેલવાપણુંજ છે, ત્યાં સુધી માત્ર શબ્દમાંજ આત્મા બેલાય છે. આપણામાં નહિ, આપણામાં છે પરંતુ નહિ શાથી કે તેના ખરા સ્વરૂપને આપણામાં આવિર્ભાવ થયે નથી, અને તેથીજ આપણામાં બોલવા માત્રથી જ આત્માનું સામર્થ્ય આવતું નથી.
તમો માટે બોલો છો કે હું આત્મા છું, હું પરમાત્માસ્વરૂપ છે અને સામર્થ્યમાત્રને મહોદધિ છું. પરંતુ પરમાત્મા તે માત્ર મુખથી બેલવા માત્રમાંજ સમાઈ રહેલા હોય છે. જ્યાંસુધી પરમાત્માની શક્તિઓ આપણામાં આવી નથી, ત્યાં સુધી હું પરમાત્મસ્વરૂપ છું એવું બોલવું તે માત્ર શબ્દમાંજ રહેલું હોય છે, પણ વર્તનમાં નથી.
અને આનું કારણ આપણે તપાસીશું તે માત્ર એકજ છે અને તે એ કે આપણી વૃત્તિઓ પરમાત્મામાં સંધાયેલી હોતી નથી.
એક માણસ ચીંથરેહાલ હય, લેકોને ત્યાં માબાપ ચપટી આપજે આવું બોલી ભીખ માગી ખાતો હોય અને તેમ છતાં બેલે કે હું રાજા છું. તમો સર્વ મારી રૈયત છે. અને હું ચક્રવર્તી રાજા છું. તે તેવા મનુષ્યને ગમેતે અણસમજુ મનુષ્ય પણ શું કહેશે? તેને રાજા છે તેવું કહેશે? અને થવા રૈયત તેને રાજા તરીકે સ્વીકાર કરશે? કદીજ નહિ. તેને દરેક મનુષ્ય એક ગાંડા તરીકે ગણું કાઢશે અને મૂર્ખ છે એજ ઈલકાબ આપશે. પણ રાજા તો કઈ કહેશે જ નહિ.