________________
૧૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
વિનાનું વાચન, આ બધી પ્રવૃતિમાં નજરે આવતું નથી એ બહુ ખેદ ઉપજાવનાર છે. આ જગતમાં જન્મી મરવાની વચમાં જાણે ખાવા પીવા અને મેજ શેખ કરવા વિના કશું કર્તવ્યજ નહાય તેવી લઘુતા, ચંચળતા, વિકલતા આ પણુ વાચકેના અંગમાં વારંવાર જણાય છે. અભિમાન તથા સંકુચિતમન અને વિચાર સાથે સ્વચ્છેદિતા વિગેરે સર્વત્ર નિયામક થઈ ગયાં હોય એવું ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. વાંચવામાં ઘણું વાંચવા ઉપર લેભ ન રાખતાં સારું વાંચવા ઉપર લોભ કરવો, ઘણું પાના કે ઘણા ગ્રંથ વાંચવા કરતાં થોડાં પાનાં કે થોડા ગ્રંથ બરાબર સમજીને વાંચવા એજ ઉત્તમ માર્ગ છે. વાંચતી વખતે લખનાર શું કહેવા ઈચ્છે છે, તેજ સમજવા ઉપર દષ્ટિ રાખવી. વાંચેલા વિષયને મનમાં ઉતારી લઈ અવકાશના સમયે મનન કરવું, સત્સમાગમની સર્વદા અભિરૂચિ રાખવી, એગ્ય મુનિના મુખમાંથી નીકળતાં– અન્ય સ્થાને ક્ષારજલવત્ લાગતાં–વચને પણ મેઘદ્વારા આવતાં સમુદ્રજળની પેઠે મિષ્ટ અને પોષક થઈ રહે છે. જ્ઞાન અને અનુભવ ઉભયને જેનામાં પ્રત્યક્ષ ભાવ પ્રતીત હોય તેવા મુનિઓ સંગ માત્રથી પણ બહુ બહુ લાભ કરે છે. ધમ એ મનુષ્યના આત્માનું ઉંડામાં ઉંડું રહસ્ય છે અને એના ઉપર એની સર્વ પ્રવૃત્તિઓને આધાર છે. ધર્મ સારે તે પ્રવૃત્તિ સારી, એટલે પ્રવૃત્તિ સિદ્ધ કરવા માટે અને તે દ્વારા જનમંડળનાં ગૃહ રાજ્ય વિગેરે સર્વ અંગેને આરોગ્ય અને બળ અર્પવા પણ ધર્મ સમજ આવશ્યક છે.
ધર્મની આવશ્યક્તા દર્શાવવા અનેક કારણો કહેવામાં આવે છે પણ ખરું કારણ એ છે, કે જગતની સામાન્ય આપ-લેમાં જે રાગ-દ્વેષમય જીવન થાય છે કલેશ અને વિષવાદમાં જે અનધિ દુઃખ વિસ્તરે છે તેની પારના એટલે અનંત અને અવ્યાબાધ સુખની દૃષ્ટિ આગળ રાખનાર ધર્મ છે. “છુ” એટલે ધારણ કરવારૂપ અર્થથી ધર્મની વ્યુત્પત્તિ દર્શાવી મનુષ્યને ધારણ કરનાર તે ધર્મ. કહેવાય છે, પણ પ્રાકૃત એવું વ્યાવહારિક જીવન તેમાં રગદેલાવા ન દેતાં તેની પાર માણસને ધારણ કરી રાખનાર તે ધર્મ એમ આપણે સમજવાનું છે.
ધર્મતવ જાણવાનું પ્રયોજન શું છે? ધર્મ આવશ્યક છે એમ કહેવાનું તાત્પર્ય એવું નથી, કે અન્નાદિ વિના જેમ મનુષ્યને ચાલતું નથી, તેમ ધર્મ વગર પણ ચાલતું નથી, પરંતુ મનુષ્યના મનુષ્યત્વમાં, સ્વભાવમાં ધર્મતત્વ રહેલું છે. પણ સંસારના અન્ય વિષાદ, સ્વછંદતા, અહંતા, ઈત્યાદિને તિમિર પટ તેને ઉદયમાં આવવા દેતું નથી. કારભાર કરનારો કારભારી જાણે છે, કે હ કારભારું હેળું છું માટે મારાથી કશી વાત અગમ્ય હાયજ કેમ? વિદ્યા