________________
પરિચછેદ,
સાવધાનતા–આધકાર.
૧૭૩
ન જોઈએ? આનંદ કોને ન જોઈએ? સામર્થ્ય કોને ન જોઈએ? તે દરેક માનુષ્યને જોઈએ છીએ. અને તે મેળવવું એ દરેક માણસનું કામ છે. તે પછી ચાલે, આપણે આ નવીન વર્ષના આરંભમાંજ સાથે સાથે પ્રયાણ કરીએ. આપણે આપણું અંતરમાં અંતરાત્મા પાસે જઈએ અને ત્યાં સ્થિર થઈ આંતરબળને મેળવીએ.
સંસારમાં જે જે પુરૂષો અથવા જે જે સ્ત્રીઓ ઉત્તમ રીતે અસાધારણ પં. ક્તિમાં પ્રકાશી ગયેલ છે તે તે પુરૂષ અને તે તે સ્ત્રીઓ પિતાના મનની એકાગ્રતાને કદી પણ છોડતાં નથી. નિશાન તાકનારે પુરૂષ એકાગ્રતાવગરને હોય તે પિતાના કાર્યમાં નિષ્ફળ નિવડે છે પણ જે એકાગ્રતાવાળો હોય તો જ નિશાનને પાડી શકે છે તેમ જન્મસાફલ્યની પ્રવૃત્તિમાં પરાયણ થયેલો પુરૂષ એકાગ્રતાવાળો હોય તેમજ પોતાના જન્મને સફળ કરી શકે છે એ આ અધિકારથી સમજાવીને હવે પછી સાવધાનતાવાળો પુરૂષજ એકાગ્રતા જાળવી શકે છે તેથી સાવધાનતાઅધિકારને આદર આપવાને આ અધિકારની વિરતિ કરવામાં આવે છે.
सावधानता-अधिकार.
છે કે કાર્ય કે જે વિચારપર આરૂઢ થવામાં આવે તે કાર્ય કે તે વિચાર
ઉપર મનવૃત્તિની સ્થિરતા રહે તે એકાગ્રતા કહેવાય છે અને તેવી
. આરૂઢ સ્થિતિમાંથી ખસી ન જવાય તેવી સાવચેતી તે સાવધાનતા છે. કહેવાય છે. જેમાં આવી સાવધાનતા હોય છે તેઓ જ તે એકા
છે કે ગ્રતાને જાળવી રાખીને સિદ્ધિ મેળવી શકે છે માટે સાવધાનતા પ્રત્યેક મનુષ્યને માટે બહુ આવશ્યક છે એ સમજાવવાને આ અધિકારનો આરંભ છે.
સાવધાનતા એ સિદ્ધિની માતા છે. *આ વ્યવહારમાં જેની જરૂર છે તેને ઘણુ માણસ જાણવા છતાં જાળવી રાખતા નથી અને તે ન જાળવી શકવાથી તેઓ વારંવાર ઉન્નતિના રસ્તે જતાં ઠોકરો ખાયા કરે છે. આ જાળવી રાખવાથી તેને ઉન્નતિ થવામાં વિશેષ પ્રતિબંધ નડતો નથી, પરંતુ તેના ઉન્નતિરથનાં પૈડાં આગળ અને આગળ ચાલ્યા કરે છે. આ વસ્તુને જાળવી રાખવી એ માણસમાત્રનું કર્તવ્ય છે. તે જાળવી રાખવી એવું તે વારંવાર વાંચે છે, સમજે છે, અને માને છે છતાં પણ વારં
* ભાગ્યોદય સને ૧૯૧૩ અંક ૧૦ મે.