________________
પરિચ્છેદ. એકાગ્રતા-અધિકાર.
૧૬૯ જwwwwwwwwxwwwwwwwwww તેણે કશું જ કર્યું નથી,–તેણે જે કાંઈક કર્યું છે, તે કીર્તિને માટે જ કર્યું છે પણ તેની પ્રત્યેક ક્રિયામાં તેણે સંપાદન કરેલા અસાધારણ મનોબળને ઉપગ થયા વિના રહેલે નહિ. એકાગ્રતાથી તેણે પ્રાપ્ત કરેલું - ગબળ તેના આ જન્મમાં કાંઈ નાશ પામ્યું નહતું (મનને એકવાર એકાગ્ર કરતાં આવડયું તે પછી તે જ્ઞાન કદી નષ્ટ પામતું નથી. મન એ એક એવું શસ્ત્ર છે કે જેને એકવાર ઘડીને તૈયાર કર્યું કે પછી તે આપણને આપણું સર્વજન્મમાં જ્યાં સુધી આપણે આપણું મુખ્ય કર્તવ્ય જે મેક્ષને પ્રાપ્ત કરવાનું છે, તે પ્રાપ્ત કરીએ છીએ ત્યાં સુધી આપણે ઉપગમાં આવ્યાજ કરે છે.)
સેંટહેલીનાના કેદખાનામાં નેપોલીયનની સાથે જે ડોકટર હતો તેણે એકવાર તેને પૂછયું, મહારાજ! તમે આજસુધીમાં જે આશ્ચર્યકારક કામ કીધાં તે તમે શીરીતે કર્યું તે કહેશે? કેઈપણ વિષયનો પહેલેથી તમે શી રીતે વિચાર કરી, તેને તોડ ખોળી કાઢતા, અને તેને પરિણામ લોકોને જણાવતા ? અને તમે કહેલોજ પરિણામ પછીથી તમે શી રીતે આણું શકતા ? હવે તમે મને કહો કે તમે જે જિત મેળવતા તે કયા મૂળ કારણમાંથી મેળવતા અને તે જિત મેળવ્યા અગાઉ તમે તે મેળવવાનું ભવિષ્ય શીરીતે કહી શકતા?
ને પેલીયને ઉત્તર આપે. મારા આખા જીવનમાં હું લોકોને કહેતો આવ્યું છું કે હું શું કરવાનો છું, તેની અગાઉથી મેં કદીપણ એજના ઘડી નથી. હું જે કંઈ કરતો, તેનું પરિણામ કેવું આવશે તે સંબંધી વિચાર કરવાનું જ, ખરેખર હું બંધ કરી દેતે. (હું જે કંઈ કરતો તે મનની અત્યંત એકાગ્રતાથી કરો અને પરિણામે મને વિજય શી રીતે મળતે તે હું જાણતો નથી.) મારા ઉદ્દેશઉપરજ કેવળ મારું મન એકાગ્ર થતું, અને તેવિના બીજા કશાઉપર તે જતું નહિ; અને આ પ્રમાણે મારા ઉદ્દેશમાં મારા મનને તદાકાર કરીને હું મારું કર્તવ્ય કર્યેજ જતો અને જે પરિણામ આવતે તે એકાગ્રતાના ફળરૂપજ હતું. આમ જુઓ ડોકટર ! હું જે કહું છું તેઉપર તમને વિશ્વાસ પડતો હોય એમ જણાતું નથી. વળી હું કહું છું કે મારા ભાગ્યની દેરી મારા હાથમાં લેવાને બદલે હું ભાગ્યનાજ હાથમાં મારાં કૃત્યનું સ્વરૂપ રચવાનું સેંપી દેતે. તમને મારું કહેવું સારું લાગતું નથી. હવે ડોકટર ! હું તમને આ વાતને એક પુરાવો આપવા ઇચ્છું છું, અને તે પુરાવો પણ હું હમણાંજ આપું છું. મારા મગજમાં, જુદા જુદા વિષયનાં, જાણે જૂદાં જુદાં ખાનાં હોય, એમ મારું માનવું છે. મારે રાજનીતિનો વિચાર કરે હોય છે તે હું મારા મગજમાંથી રાજનીતિનું ખાનું બહાર કાઢું છું, અને રાજનીતિ