________________
૧૬૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩.જે.
દશામ
વિજ્ય શી રીતે પ્રાપ્ત થાય છે, તે વિષે વિદ્યાર્થીઓને કહેવા હું ઈચ્છું છું. તેઓએ ઈચ્છાના વેગને અંત:કરણમાં પ્રકટાવતાં શીખવું જોઈએ. ઈચ્છાને હૃદયમાં પ્રકટાવવાનું, અને તે પણ એકજ વિષયની ઈચ્છામાં પિતાનું તનમન અને સર્વસ્વ તલ્લીન થઈ જાય, એવી તીવ્ર ઈચ્છા પ્રકટાવવાનું જ્યાં સુધી તેમને નહિ આવડે ત્યાંસુધી જેવા થવાની તેઓએ ધારણા રાખી હશે તેવા તેઓ કદીએ પણ થઈ શકશે નહિ. જે ઈચ્છા, સિદ્ધ નથી થતી ત્યાંસુધી હૃદયમાં શલ્યનીપિઠ વેદનાઉપર વેદના કર્યા જ કરે છે અને એક ક્ષણ પણ જંપવા દેતી નથી, એનું નામ જ ઈચ્છા છે; અને આ ઈચ્છાજ વિજ્યને અર્પનારી છે. આવી ઈચ્છાના મહાવેગને આખું જગત્ એકસંપ થઈને પણ અટકાવવાને સમર્થ નથી. ગમેતેટલી નિર્ધનતા અને ગમેતે વ્યાધિ, આવી ઈચ્છાને પ્રતિબંધ કરવાને અસમર્થ છે. એક ચકલાસરખાની પણ મદદ ન હોય તે પણ આવી ઈચ્છા જરાપણ નાહિંમત થતી નથી. આવી ઈચ્છા પ્રટતાં તત્કાળજ પ્રયત્ન થાય છે. ઈચ્છા અને પ્રયત્ન મનુષ્યને ત્રિભુવનને પતિ બનાવે છે. વિજય મે. ળવવાની અમથી નિર્માલ્ય ઈચ્છાથી વિજય મળતો જ નથી. પણ ઈચ્છાને વિજય મેળવવાનો પ્રયત્ન કર્યા વિના જેને ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું ઉંઘવું નથી ભાવતું કે કશુંજ બીજું કરવું ભાવતું નથી તેનેજ–આવી ઈચ્છા વાળાનેજ-વિજય મળે છે.
એકાગ્રતા વ્યવહારની પણ સર્વોત્તમ સિદ્ધિ કરાવનાર છે.
એકાગ્રતાને ઉત્તમ પ્રકારે સિદ્ધ કરનાર પુરુષો વ્યવહારમાં પણ કેવા વિજયી થાય છે, એ સંબંધમાં બાબા ભારતીએ અમેરીકામાં કરેલા એક વ્યાખ્યાનમાંને નીચેને ફકરે સારે પ્રકાશ પાડનાર હોવાથી તેનું ભાષાંતર આપીએ છીએ –
નેપોલીયનની સૈનિક કારકીર્દિ નિર્દોષ હતી, એમ હું કહેતા નથી, પરંતુ તેનું ઉદાહરણ આપીને સાંસારિક કીર્તિના લેભથી લેભાયેલા એક ગીનું અત્યંત જ્વલંત ઉદાહરણ હું તમને આપું છું. પૂર્વ જન્મમાં નેપોલીયન એક ચગી હતો. કોઈ પૂર્વ શરીરમાં તેણે પિતાની મનની શક્તિઓ કેળવી હતી. અત્યંત એકાગ્રતાથી પરમેશ્વરની ભક્તિ કરનારે કઈ મેટો મહાત્મા તે પૂર્વ જન્મમાં હશે-હશે શું, કેટલાંક કારણોથી હું જાણું છું કે તે હો. કોઈ કર્મને લીધે, કેટલાંક દુષ્કૃત્યના પ્રભાવથી જગતમાં કીર્તિ સંપાદન કરવાની તેને ઈચ્છા થઈ આવી.–કીર્તિની અમર્યાદ લલુતા થઈ આવી, એમ હું કહેતા નથી, કારણ કે તેમ કહેવું એ તેની બદબાઈ કરવા જેવું છે, અમર્યાદ લોભથી કે લલુતાથી