________________
૧૬૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૩ જે.
દશમ
છે. તમે સુખના, આનંદના, સામર્થ્યના, વિગેરે શુભવિચારો વારંવાર કર્યા કરે તે તમને સુખ આનંદ વિગેરે પ્રાપ્ત થયેલું જણાશે. દુ:ખના, કલેશના, ભયના અને ક્રોધના વિચારોને વારંવાર સે, થોડાજ વખતમાં તમને તે તે પ્રસંગો પ્રાપ્ત થયેલા જણાશે. આવી રીતે તમે જેવા વિચારને વધુ વખત સેવશો તેવા સામર્થ્યને તમે પ્રાપ્ત કરશે. આથી હવે તમને સુખ કે દુઃખ આવવું એ તમારાજ હાથમાં છે. તમારી સ્થિતિ તમેજ માગી લીધી છે, તેમાં બીજા કેઈન દોષ કાઢવો કે અમુકથી મને અમુક દુઃખ આવ્યું તે તે મિથ્યા છે. કારણ કે તમે જેવા વિચાર કર્યા હશે તેવા તમે હાલ છે, અને હાલ જેવા વિચાર કરશે તેવા તમે ભવિષ્યમાં થશે. જે તમારે સુખ જોઈતું હોય તે સુખના વિચાર કરે અને દુઃખ જોઈતું હોય તે દુઃખના વિચાર કરે. તમારે જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તેવી સ્થિતિ તમે તમારી મેળે જ પ્રાપ્ત કરે. વિચારો દ્વારા જે આંદોલન ઉત્પન્ન થાય છે તે સર્વ કરવાને શક્તિમાન છે, અને તે આંદલને પ્રેરવાનું સામર્થ્ય મેળવવાને માટે વિચારેની એકાગ્રતા કરવાની જરૂર છે અને તે એકાગ્રતાની સિદ્ધિ થતાં વિચારનાં આંદોલન દ્વારા જે સંક૯પ પ્રેરવામાં આવે છે તે સિદ્ધજ થાય છે. આ વાત આપણા પૂર્વજોનાં દષ્ટાંતથી સાબીત થાય છે. તેમણે વિચારની એકાગ્રતા કરી તે સિદ્ધિને પ્રાપ્ત કરી હતી અને તે વાત તેમનાં દષ્ટાંતોથી આપણાં શાસ્ત્રોમાં વાંચતાં મળી આવે છે. સંકલ્પ દ્વારા થતી સિદ્ધિના વિષયને હાલમાં કેટલાંક મનુષ્યો અમેરિકન વિચારોના આ વિષએ છે એવું માને છે પણ તેમનું આ માનવું ભૂલભરેલું છે. તેમણે આવા સામને અનુભવેલ રૂષિમુનિઓનાં જીવન આપણા શાસ્ત્રોમાંથી વાંચી ખાત્રી કરવી.
આપણે સંપશક્તિનું સ્વરૂપ તથા પ્રભાવ જા પણ તે સંકલ્પશતિના પ્રત્યેક અંગમાં એકાગ્રતાની કેટલી જરૂર છે તે પણ જાણવું જોઈએ. કારણ કે જે એકાગ્રતા ન હોય તે સંક૯પશક્તિ વીંખાઈ જવાને ભય તૈયારજ ઉમે હોય છે. વળી એકાગ્રતાથીજ પ્રત્યેક કાર્યમાં વિજ્ય મળે છે અને એકાગ્રતાના અભાવથી પ્રત્યેક કાર્યમાં પાછા પડવું પડે છે. તેથી એકાગ્રતાના લાભ દેખાડવાને હવે પછી એકાગ્રતા અધિકારને સ્થાન આપવાને આ અધિકારની વિરતિ કરવામાં આવી છે.
–
૨