________________
૧૫૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
છે અને લોકોમાં કાળકેર વરતાઈ રહ્યો છે. આટલા માટે આ મુનિની તે સામું જોવું પણ યોગ્ય નથી.” આ વાર્તાલાપ કરતા કરતા તેઓ તે કર્ણ પથથી દૂર થયાપરંતુ તેની વાત સાંભળી રાજષિ ધ્યાનભ્રષ્ટ થયા, તેમને ક્રોધ ઉત્પન્ન થયે અને સંસારથી એકવાર નિવૃત્ત થયેલું મન પાછું સંસારમાં રખડવા માંડયું. આર્તધ્યાન ચાલ્યું અને વિચાર થયે કે–અહો ! અહા ! હું બેઠાં પુત્રની આવી હાલત કેમ થાય!! આવા વિચારની સાથેજ મનમાં તેના વિરેધીઓની સાથે યુદ્ધ કરવા માંડયું.
આવી રીતે મુનિ મહારાજના મનમાં પ્રચંડ યુદ્ધ ચાલી રહ્યું છે તે વખતે વિરપ્રભુને પરમભક્ત શ્રી શ્રેણિક નૃપતિ તેમને વંદન કરવા ચાલ્યા. રસ્તામાં મુનિને જેઈ વાંઘા, પરંતુ મુનિએ તેના પર નજર પણ કરી નહિ. શ્રેણિકે ધાર્યું કે આ મહાત્મા આ વખત શુકલ ધ્યાનારૂઢ થયા હશે. શ્રેણિક પ્રભુ પાસે ગયા સવિનય નમસ્કાર કર્યો, વાંધા, દેશના સાંભળી. પછી પૂછ્યું “હે ભગવન ! જે સ્થિતિમાં મેં પ્રસનચંદ્ર રાજર્ષિને વાંધા તેજ સ્થિતિમાં તે વખતે તેઓ કાળ કરે તે કઈ ગતિમાં જાય?” ભગવાન બોલ્યા–“સાતમી નરકે જાય.” શ્રેણિક રાજાને આ પ્રત્યુત્તર સાંભળી બહુ આશ્ચર્ય સાથે દિલગિરી થઈ.
હવે પ્રસન્નચંદ્ર રાજર્ષિને શું થયું તે જોઈએ. તેઓ તે મનમાં મેટી લડાઈ કરવા મંડી ગયા. મોટા સમરાંગણમાં સર્વ શત્રુઓને મારી નાખ્યા પણ બાકીમાં એક પ્રધાન શત્રુ રહ્યો. આ વખતે સર્વ શસ્ત્રો ખુટી ગયાં, હાથમાં તરવારસરખી પણ રહી નહિ, છતાં ક્ષત્રિય વીર ડર્યો નહિ. હિંમત મજબૂત રાખી માથાપરના ટેપથી એને મારી નાખીશ એમ વિચાર કર્યો. હવે પિતાના માથા પર ટેપ લેવા હાથ ઉંચે કર્યો અને માથા પર હાથ ફેરવે છે તે કેશ કુંચિત તાલકું મળ્યું. સુજ્ઞ વીર ચે, જ્ઞાનદષ્ટિ જાગી, વિપર્યાસ ભાવ ભાગ્ય અને સંવેગ પ્રાપ્ત થયું. વિચાર્યું કે અરે જીવ! આ તું શું કરે છે? કેના પુત્ર અને કોનું રાજ્ય ? વગર વિચાર્યું તે પ્રથમ વ્રતનો ભંગ કર્યો. આવા શુદ્ધ અધ્યવસાયમાં ધ્યાનારૂઢ થતાં સ્વઆચરણની નિંદા કરવા માંડી અને અતિચાર આલોચવા માંડ્યા. મનથી બાંધેલાં કર્મ મનથી જ ખપાવી દીધાં અને સાતમી નરકને યોગ્ય દળીયાં એકઠાં કર્યાં હતાં તે વિખેરી નાખ્યાં. હવે વીરપ્રભુને શ્રેણિકે થોડે વખત જવા દઈ ફરીને પ્રશ્ન પૂછો કે “હે પરમાત્મન ! તે રાજર્ષિ કદાચ અત્યારે કાળ કરે તે કયાં જાય ?” પ્રભુએ ઉત્તર આપે કે “અનત્તર વિમાને દેવ થાય.” શ્રેણિકને આ ઉત્તરથી વધારે આશ્ચર્ય થયું, તેથી તેનું કારણ પૂછ્યું. મનોરાજ્યનું સ્વરૂપ, તેનું જોર, તેને વશ કરવાથી