________________
૧૫૪
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દરામ
વિવેચન--અને વ્યાપાર મને બળ અધિકાર આજ વિષય પર લખાયેલ છે. અત્ર વધારે સ્પષ્ટ શબ્દમાં મને નિગ્રહ કરવાની ભલામણ કરે છે. સર્વ યોગમાં મનોગનું રૂંધન વધારે મુશ્કેલ છે પણ તે તેટલું જ વધારે ફળદાયી છે. વળી જે મનોયોગનો વિરોધ કરવામાં આવતો નથી અને મનને ગમે તેમ રખડવા દેવામાં આવે છે તે તે મહા પાપબંધ કરાવે છે. તદુલમસ્ય મનના વેગથીજ મહાતીવ્ર પાપબંધ કરે છે. એનું દષ્ટાંત શાસ્ત્રપ્રસિદ્ધ છે. એ તંદુલમસ્ય મોટા જબરા મગરમચ્છની આંખની પાંપણમાં ગર્ભકપણે ઉત્પન્ન થાય છે. અંતમુહૂર્ત ગર્ભમાં રહે છે અને પછી તેની માતા મગરમચ્છની પાંપણમાં જ તેને પ્રસરે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેનું શરીર તંદુલ ( ચેખા) જેવડું હોય છે, અને આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે મગરમચ્છની આહાર લેવાની રીત વિચિત્ર છે. એ પાણીને મેટો જથ્થો મેઢામાં ભરી લે છે અને તેમ કરતાં સંખ્યાબંધ માછલાં તેના મોઢામાં જાય છે. પછી તેના મોઢામાં જાળી હોય છે ( દાંતની બેવડ) તેમાંથી તે પાણી પાછું કાઢી નાખે છે, પણ આ જાળીનાં છિદ્રો મોટાં હોવાથી સ ખ્યાબંધ ઝીણાં ઝીણાં માછલાંઓ નીકળી જાય છે. આ વખતે દુર્ગાને ત દુલમસ્ય આ ખની પાંપણુમાં બેઠે બેઠે વિચાર કરે છે કે જો હું આ મગરમચ્છના સ્થાને હોઉં તે આમાંથી એક પણ માછલાંને નીકળવા દઉં નહિ. આવા દુર્ગાનમાંજ નરકાયુ બાંધી કાળ કરી તેત્રીશ સાગરોપમને આઉખે સાતમી નારકમાં ઉત્પન્ન થાય છે. ઉક્ત પાપ તદ્દન માનસિક છે, છતાં પણ તેની વૃત્તિ બહુજ ખરાબ હોય છે. મન૫ર અંકુશ ન હોય તેની આવી જ સ્થિતિ થઈ જાય છે. જેઓ આખો વખત ગામની વાત કરતા હોય, કુથલી કરતા હોય, તેઓએ આ નાની હકીકતથી બહુ સમજવાનું છે. સ્ત્રીઓએ પણ વિકથા ત્યાગ કરવા ખાસ વિચાર કરવો જોઈએ, એમ આ દષ્ટાંત બતાવે છે. વળી જેમ મનથી મહા પાપબંધ થાય છે તેમજ તેને સંવર ક્યથી મહા લાભ થાય છે તે માટે હવે જુઓ. ૧
મનના વેગ વિશે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત. प्रसन्नचन्द्रराजर्मनः प्रसरसंवरौ । नरकस्य शिवस्यापि, हेतुभूतौ क्षणादपि ॥ २ ॥ (थ. ૧ અંતર્મુહૂર્તના ઘણા ભેદ હોવાથી નાનાં નાનાં કેટલાંક અંતર્મુહને મળીને પણ અંતમુહુર્ત જ કાળ કહી શકાય.
૨ તંદુલમસ્ય તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિની હકીકત ડી ડી ઉપર લખી છે, તો પણ ખાસ કારણથી તેનું અત્ર પુનરાવર્તન કર્યું છે.