________________
૧૪૪
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
રામ
~~~~~~~
~~~~~~~~~~~
જાએ; આંતર હૃદયમાં પણ શાંતિ રાખા, મનને ઘેાડા વખત ખીજી વળષ્ણુતરફ દ્વારા. દરેક કાર્યમાંથી બહાર નિકળવાના રસ્તા હેાયજ છે, પણ ગુંચવાઇ ગયેલું મન તે શેાધી કાઢવાને અશક્ત થઈ જાય છે. ઘેાડી ક્ષણ તદૃન શાંતિ રાખવાથી તે ગુંચવણુ તરતજ દૂર થાય છે, અને મન સ્વત:જ માર્ગ શોધી કાઢે છે, અને મુંઝવણ દૂર થાય છે.
'
જે કાંઈ પ્રાપ્ત કરવાની તમારી ઈચ્છા હાય, તે ઈચ્છામાં જ્યારે તમે નાસીપાસ થાઓ, ત્યારે એક ક્ષણપણ નાસીપાસીને દિલગીરીને તમારા હૃદયમાં પેસવા દેશે! નહિ. તરતજ તમારા મનની વળશુ ફેરવી નાંખજો, અને પ્રથમના કરતાં વધારે સારી વસ્તુની ઇચ્છા કરો. આ પ્રમાણે વર્તન કરવાથી દરેક કાનુ-દરેક ઈચ્છાનુ પરિણામ તમારા લાભમાંજ આવશે તે નિશ્ચય માનજો,
જ્યારે જ્યારે કાઈ પણ મનુષ્ય એમ ધારે કે મેં અતિશય કાર્ય કર્યું છે હું કાર્ય કરીને થાકી ગયા છું, ત્યારે નક્કી માનજો કે તે માણસ કાર્ય કરવાની પદ્ધતિથી તદૃન અજ્ઞાત છે. વારંવાર કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેવું દર્શાવનારમાટે ચેાકસ માનજો કે તે અન્ય કાર્યો કરવાને અસમર્થ છે. આખા દિવસ કાર્ય કરતાં પણ શ્રમ લાગતાજ નથી. મનમાં અતિશય કાર્ય કરવાની ગણત્રી ગણનારજ શ્રમિત થઈ જાય છે. વળી કાર્ય કરવાથી શ્રમ લાગી જાય છે તેમ વિચારનારની કાર્ય કરવાની શક્તિ પણ ઓછી થતી જાય છે; પરંતુ જ્યારે જ્યારે ખપ પડે ત્યારે ત્યારે શ્રમના નકામા વિચાર નહિ કરનાર, અને દરેક આવેલ કાર્ય કરવામાં તત્પર મનુષ્યની શક્તિ હંમેશાં વૃદ્ધિજ પામતી જાય છે.
કાઈ કાઈ વાર જીવનમાં એવા વખત આવી જાય છે કે જ્યારે કાઇપણુ કાર્ય કરવાં સારાં લાગતાંજ નથી. દરેક કાર્ય અનિચ્છિત–ભૂલવાળાંજ લાગે છે, પણ તે વખતે ભૂલ આપણા મનનીજ થાય છે તેમ નક્કી સમજો, જ્યારે કાઈ પણુ કાર્ય તરફ ખાટી દષ્ટિથી જોઈએ, ત્યારે તે સર્વ કાર્યો ભૂલવાળાં-ખાટાં, આપણને નહિ ગમતાંજ લાગે છે. જ્યારે આપણે અંધારામાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ આપણુને પણ અંધકારમયજ લાગે છે. પણ પ્રકાશમાં આવવું તે જેમ શકય છે, તેમજ હમેશાં પ્રકાશમાં રહેવું તે પણ બની શકે તેવું છે. વળી જ્યારે આપણે પ્રકાશમાં હાઇએ, ત્યારે દરેક વસ્તુ પ્રકાશમય, સુંદર, ઈચ્છવા લાયક, સારીજ લાગે છે; સારાંશ કે પ્રકાશમાંજ રહેવું, અંધારાને આપણાથી સદાને માટે દૂરજ રાખવું, એટલે આપણા જીવનમાં સર્વ પ્રકાશમયજ દેખાશે, પ્રકાશ તે પ્રકાશજ છે.