________________
પરિ છે.
મને બળ–અધિકાર.
૧૨૯
એ મેળવ્યા પછી તેનું કેવા યત્નથી રક્ષણ કરીશ, કેવા કેવા આનંદથી તેને ઉપભેગ કરીશ, જે વિના એક ઘડી પણ છવાતું નથી, તેને કેવા જીવના જોખમે જાળવી રાખીશ, અરે! એક પળ પણ વિખુટી પડવા નહિ દઉં, આટલો સમય તે તેના અભાવે ચાલ્યું કેમ હશે એ એક આશ્ચર્ય છે! મળ્યા પછી મરતાં પણ જૂદી નહિ કરું.” આવી આવી અનેક વિચારમાળામાં અટવાતું એજ મન મહાપરિશ્રમે અને મહાન ભોગે એ હૃદયસ્થ વસ્તુને પ્રાપ્ત કર્યા પછી કિંચિત્ કાળમાંજ તેનાથી ધરાઈ રહે છે. એકવાર મળી એટલે થોડાજ સમયમાં તે અતિ સામાન્ય તુચ્છ જેવી જ તેને જણાય છે, એ કેટલું બધું આશ્ચર્ય ? હથિયારનાં ઉતરી ગયેલાં પાણીની પેઠે, પાણીના વહી ગએલા રેલાની પઠ, પ્રાણીના પ્રાણ જવા પછી પડી રહેલા મૃતશરીરની પેઠે, એ વસ્તુ હાથમાં આવતાં જ પ્રાપ્તિની પ્રબળ ઈચ્છામાંથી આતુરતાનું પાણી ઉડી જતાં, પ્રાપ્ત વસ્તુને મેહ-આદર-હેની કિંમત અને એ સર્વનું કુતૂહલ શાન્ત થાય છે! મેહ ઉતરી જતાં કિંમત ઘટી જાય છે! દૂરથી હીરાકણ જેવી કિંમતી જણાતી વસ્તુ કરગત થતાં કાચના કટકા જેવી કેડીની થઈ પડે છે. એટલું જ નહિ પણ સર્વ પ્રતિજ્ઞાઓને પાણીમાં પલાળતી માનસિક ચંચળતાના એ મહાયત્ન મેળવેલી વસ્તુને પણ એવી જ રીતે આગળ એકઠી કરેલી અને પાછળથી નકામી ઠેરવેલી બીજી ખણે પડેલી નિર્માલ્ય વસ્તુઓમાં ભેળવી દે છે. તેને એકાદ અંધારા ખૂણામાં ધકેલી દે છે, જ્યાં પાછું હેનું સ્મરણ કરવાને અવકાશ પણ ઓછો હોય છે ! એ અમૂલ્ય વસ્તુની આવી ગતિ થતાંજ પળવારમાં કઈ બીજી વસ્તુને માટે એવોજ બળવાન આતુર મેહ જાગૃત થાય છે! એકને મૂકીને તુરત ત્યાંથી ઉતરેલી મનની નજર બીજી નવી વાત ઉપર દોડે છે! હાયરે! મન ! આ પ્રમાણે અનંત બ્રહ્માંડની કેટલી બધી અનંત વસ્તુઓ ઉપર નજર દેડાવી ?! કેટલી બધી મેળવી અને ફેંકી દીધી?! તેપણ તને કદિ તૃપ્તિ મબીજ નહિ! મનના પ્રેરેલા આવા નાશકારક મેહમાર્ગમાં મરતો પછડાતે મનુષ્ય વારિને વૃથા વલવી વલોવીને માનવજીવનને અમૂલ્ય વખત ગુમાવી દે છે. પરિણામશૂન્ય પુરૂષાર્થમાંજ-નિષ્ફળ યત્નમાં જ તેનું આખું આયુષ્ય વહી જાય છે, અને જેને સુખ સમજીને પ્રાપ્ત કરવાનાં તરફડીયા મારે છે, તે તે મૃગજળની પેઠે, ભૂતના ભડકાની પેઠે દૂરનું દૂરજ નાસતું ફરે છે. જે વસ્તુને મેળવવા પિતાને અમૂલ્ય અવતાર અર્પણ કરે છે, તેની માત્ર છાયા જ હાથમાં આવે છે અને એ છાયામાં ધુમાડાના બાચકા ભરતાં ખાલીના ખાલી રહેલા હાથીરફ નજર કરત–પાશ્ચાત્તાપ કરત-નિસાસા ભરતે છેલ્લાં ડચકા સાથે આ જગતને છેલ્લી સલામ કરીને, “બાંધી મુઠ આય સે પસાર હાથે જાગોએ
૧૭