________________
વ્યાખ્યાન સાહિત્યસંગ-ભાગ ૩ છે.
કર તે શું પણ પત્નીને પતિ, પતિને પત્ની, રાજાને પ્રજા, પ્રજાને રાજા, શેઠને નકર અને નેકરને શેઠ વશ વર્તે છે.
મહાત્મા કહો કે યોગી કહે, સાધુ કહે કે સત્યરૂષ કહે એ કેવળ નિકિચન (ધન સમૃદ્ધિથી રહિત ) હોય છે છતાં ચક્રવતી રાજાઓ પણ તેના પગમાં પડતા શાસ્ત્રકારો સાંભળ્યા છે, પ્રત્યક્ષ જોયા છે અને જેવાશે પણ ખરા. એ મન:શુદ્ધિનું પરિણામ છે.
પિતાને કઈ પગે પડે એવા હેતુથી મનઃશુદ્ધિ કરવાની પ્રેરણા નથી પણ જે મેક્ષસુખમાંથી આપણે ભ્રષ્ટ થયા છીએ તે સુખમાં જવા માટે તેના તરફ બીજાને દેરવામાટે આ પ્રયાસ કરવાની જરૂર છે.
ગમેતેટલી ભાષા શીખી વિદ્વાન થાઓ, ગમેતેટલી કળા શીખી જગતમાં પ્રસિદ્ધ થાઓ પણ જે એક મનઃશુદ્ધિની કેળવણું ન મળી તે ચેકસ જાણજો કે કરેલો શ્રમ નિષ્ફળ ગયો.
આવી રીતે અનેક યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યા છતાં જો તમે સમજશે નહિ તે તેમાં શાસ્ત્ર કે શાસ્ત્રના કર્તાને હાનિ કંઈ થવાની નથી પણ તે હાનિ તમેનેજ થશે અને છેવટે પસ્તાશે. એ પસ્તાવો ન થવા આ અધિકારપર ધ્યાન દેવું આવશ્યક છે. મનને તાબામાં રાખવાથી રાજા થવાય છે અને મનના તાબામાં
જવાથી રાંક થવાય છે.
અનુક્Y. (–૨) - तप:श्रुतयमज्ञानतनुक्लेशादिसंश्रयम् ।
अनियन्त्रितचित्तस्य, स्यान्मुनेस्तुषखण्डनम् ॥१॥
તપશ્ચર્યા, શાસ્ત્રઅભ્યાસ, નિયમ, જ્ઞાન અને ઉપવાસાદિથી શરીરને થતાં દુઃખને આશ્રય (પ્રયત્ન) એ સઘળું ચિત્તને કાબુમાં નહિ રાખનાર મુનિને ફતરાં ખાંડવાબરાબર છે. ૧
સારાંશ-જેમ ફેતરાં ખાંડવાથી દાણા નીકળતા નથી તેમ મનને તાબામાં નહિ રાખવાથી સર્વ ધર્મક્રિયા નિષ્ફળ નિવડે છે.
દરેક વસ્તુની સફળતાને આધાર મન ઉપર છે. घृष्टे नेत्रे करौ घृष्टौ, घृष्टा जिव्हा रदैः सह । पृष्टानि पुस्तकायूंषि पृष्टं नान्तर्गतं मनः ॥२॥ (सू. मु.)