________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દ્વાદશ
❤❤❤❤- ***********=== છે. કારણકે સતત પ્રવૃત્તિવડે અનેક ગ્રંથામાંથી ઉપયોગી અને સારભૂત વિષયે તેમાં એકઠા કરવામાં આવે છે અને પરસ્પર સાકાંક્ષ પ્રકરણાની ચેાજના કરી તે તે પ્રકરણ ધારેવી અસર કરી શકે તેમટે અભિરૂચિ ઉત્પન્ન કરનારા દાખલા દલીલા તથા ચાગ્ય પ્રમાણુરૂપ પદ્યોની ચુંટણી કરી નાની મેાટી માળાઓનીપેઠે તેનું ગ્રંથન કરવામાં આવે છે. પૂર્વ પ્રકરણના ઉપક્રમને જોડી બની શકે ત્યાંસુધી વાંચનારને તે સમજાવવામાં આવે છે અને તેમ કરી તે તે અધિકારનું રહસ્ય જેમ બને તેમ વિશેષ સ્પષ્ટ રૂપથી વાંચનારની સમક્ષ ખડું કરવામાં આવે છે. જે વિવેકી વાંચનારથી છુપું રહે તેવું નથી.
፡
જે જે મામત સમાવવાની હાય તે તે ખાખત વાંચનારના અંતઃકરણમાં ધારેલી અસર કરી તેમાં ખરાખર સ્થિતિ કરી શકે તેમાટે સંસ્કૃત કે ગુજરાતી પદ્યોની ચુંટણી ન્હાના કે મેાહેાટા તેમજ પ્રસિદ્ધ કે અપ્રસિદ્ધ અનેક ગ્રંથામાંથી શ્રમ અને વિચારપૂર્વક કરી તેની ચૈાજના કરવાનું ધેારણુ રાખ્યું છે. મુખ્ય વાત એજ છે કે જે સારભૂત વસ્તુ છે તે ગમે ત્યાંથો ગ્રહુણુ કરી લેવી. વખણાતી પ્રખ્યાત દુકાન ઉપર ચડીને પણ તેમાંની નાપસંદ ચીજ પડતી મૂકી પાછા વળવું પડે તે તેમ કરવું અને અપ્રસિદ્ધ નાની સરખી દુકાનમાં પણ નજર પડતાં જે તેમાં આપણા ઉપયાગની ચીજ જોવામાં આવે તે તે ગ્રહણુ કરવી એજ વિવેકનુ ધેારણુ છે અને તેટલામાટેજ આવા એક સિદ્ધાંત છે કે
अणुभ्यश्च महद्भ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः । सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।।
દરેક જાતનાં પુષ્પામાંથી સાર ગ્રહણ કરનાર ભ્રમરની પેઠે કુશળ પુરૂષ નાડાનાં કે મહેાટાં શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવા જોઇએ. એવી રીતે આ ગ્રંથમાંનાં પદ્મા જ્યાં જ્યાંથી લેવામાં આવ્યાં છે તે તે પુસ્તકનુ કે તેના કર્તાનું નામ બાજુમાં કે પુટનેટમાં લેવાના રીવાજ રાખેલ છે. એમાં વારંવાર આવતાં સંસ્કૃત ગ્રંથાનાં નામ સાંકેતિક રીતે લેવાનું ધારણ સ્વીકાર્યું છે. કારણકે અગાઉ તે સપૂર્ણ નામે ઘણી વખત આવી ગયેલ છે. તેમ છતાં પણ તેવાં સાંકેતિક નામેાનું સાંકળિયું કરી તેની બાજુમાં તેનાં પૂરાં નામ આ પુસ્તક વાંચવાનુ શરૂ કરતા પહેલાંજ વાંચનારની દૃષ્ટિપર મૂકવામાં આવ્યાં છે.
વળી આ પુસ્તકના અગાઉના બે વિભાગ તથા આ વિભાગમાં જે સ`સ્કૃત શ્વેાકા આવેલા તે સર્વનાં પ્રતીકા લઈ તેના અકારાદિ ક્રમથી સંગ્રહુ કરી તે દરેક શ્લાય કયા વિભાગમાં કયા પૃષ્ઠપર છે તે દેખાડવામાં માન્યું છે. એવી