SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવવામાં આવ્યું છે. આ દ્વિતીય વિભાગમાં સાતમ, આઠમ તથા નવમા એમ ત્રણ પરિચછેદનો સમાવેશ કરેલ છે. જેમાં સારિત્ર વિગેરેના સં રક્ષણને માટે લાગતા વળગતા નાહાના મોટા સંખ્યાબંધ અધિકારે. લેવામાં આવ્યા છે. જેમાંના કેટલાએક ધર્મનું સ્વરૂપ સમજવામાં વિશેષ ઉપરોગી અને કેટલાએક વ્યવહાર વિગેરેનું સ્વરૂપ જાણવામાં વિશેષ ઉપયોગી છે. જો કે ધર્મ અને વ્યવહારને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સઘળા અધિકારે સાક્ષાતસંબંધથી કે પરંપરાસંબંધથી બન્નેને ઉપયોગી છે પણ સ્થલ દષ્ટિએ તે ભેદ શરૂવાતમાં જોવામાં આવે છે. બાકી તે ધર્મના સંબંધવગરને વ્યવહાર અધમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને નિર્મળ વ્યવહારવગરનું કેવળ ધર્માચરણ ખરું ધર્માચરણ નહિ પણ એક જાતનું ફારસજ ગણાય છે. માટે નિશ્ચયથી સમજી રાખવું જોઈએ કે નિર્મળ વ્યવહાર અને ધર્માચરણ એ અને એક બીજાની સાથે ગાઢ સંબંધથી જોડાયેલ છે. જેઓ ધર્મસ્થાનમાં જઈ સૌથી આગળ પડતા થઇ ધર્મક્રિયા કરે છે તેજ ત્યાંથી છૂટી વ્યવહારમાં પડી અનેક કાળાં ઘેળાં કરવા પ્રવૃત્ત થાય તો તેઓની ધર્મકિયા હસ્તિસ્નાનની પેઠે નકામીજ થઈ પડે છે. હાથી કેઈ નિર્મળ સરોવરમાં જઈ સારી રીતે નાહી પાછે જ્યારે બહાર નિકળે ત્યારે કિનારા પર આવતાં જ પિતાની ઉપર ધૂળ છાંટવા લાગે એટલે તેનું નહાવું નકામું થાય તેવી જ રીતે આવા ધર્મદંભીઓને માટે સમજવું. તેમ વ્યવહાર એગ્ય રીતે ચલાવતા છતાં જેઓ ધમને જાણવાને કશે પ્રયાસ કરતા નથી, તેઓ તેલીના બેલની પેઠે મેક્ષ નહિ પામતાં જન્મમરણના ફેરા ફર્યાજ કરે છે. માટેજ એ બન્નેની સુસ્થિતિ સાધવાને આ સઘળા અધિકારે ઉપયોગી છે. આ પુસ્તક જેનશાસનનું પ્રતિપાદક છતાં તેના પ્રથમ વિભાગમાં અને તેવીજ રીતે આ બીજા વિભાગમાં ઘણું પ્રમાણે તથા ઘણું દષ્ટાંત અન્ય દર્શનનાં પુસ્તકમાંથી લીધેલાં જોવામાં આવશે. આપાતદષ્ટિથી જોનારા તથા ઉપર ઉપરથી વિચાર કરનારાં માણસને તેમાં કાંઈ નવાઈજેવું અગર કંઈ વિરૂદ્ધતાજેવું કે કંઈ અણગમાજેવું કદાચ જણાય, પરંતુ જેઓ સૂમનજરથી જોઈ શકે છે, જેઓ પૂર્ણ વિચાર કરી શકે છે તેઓને તેમાં કંઈ પણ નવાઈજેવું જણાશે નહિ, કંઈ પણ વિરૂદ્ધતા જેવું તેઓને દેખાશે નહિ તથા કંઈ પણ અણગમા જેવું પણ તેઓને લાગશે નહિ. સર્વમાન્ય જિનશાસનને અનુસરતાં પુસ્તકોમાંના દાખલા દલીલે તે તેની પુષ્ટિ કરનારાં હોય તેમાં કંઇ પણ નવાઈ જેવું નથી પરંતુ અન્ય શાસનને અનુસરનારાં પુસ્તકોમાંના દાખલા દલીલ પણ તેના નિયમેને ટેકો આપે, તેનાં સિદ્ધાંતને અનુસરે અને અનુકૂળતાથી તેનું ઉદ્દબેલન કરે એ જૈનશાસનની મહત્તા, સત્યતા અને સર્વમાન્યતાને વધારે સિદ્ધ કરે છે. જેનશાસનના ઉપાસકોને વધારે સંતેષ અને વધારે આનંદ આપે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy