SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સહેલી વાત છે જેઓની પાસે સાહિત્યભાળ પૂરતું ન હોય તેઓ નાથી શું તે બની શકે તેમ છે? એક ઉપગી બાબત સાહિત્યસંપત્તિ વગરનો એક માણસ લેકને કહેશે તેના ઉપર કઈ થાન પણ નહિ આપે અગર સાધારણ ધધાન આપી તેને જતી કરશે, જ્યારે તેજ બાબતને સાહિત્યસંપત્તિ ધરાવનારે કેઈ બીજો માણસ લોકોની સમક્ષમાં એવી રીતે મૂકશે કે જેથી લોકો તેમાં તલ્લીન થશે, તે બાબતને સર્વથી પહેલાં ગ્રાહ્ય ગણશે, તેના પર તેઓને પૂર્ણ આસક્તિ થશે, તેના સંપાદનને માટે તેઓ પૂર્ણ શ્રમ ઉઠાવશે. આ સઘળું શાને લીધે? કેવળ સાહિત્યના પ્રભાવને લીધે. જ્યારે આ પ્રમાણે છે ત્યારે પછી માનવજીવનને સફળ કરવામાટે ધર્મ જેવી ગ્રાહ્ય વસ્તુની ઉપયોગિતા આપણું અંતઃકરણમાં મજબૂત રીતે સમજાય અને મન જેવી અસ્થિર ચીજની સાથે તે સ્થિર રીતે ચાટી રહે તેમ થવાને માટે તેમાં સાહિત્યને સાધન તરીકે ઉપયોગમાં લેવું એ શું જરા પણ ઓછું આવશ્યક છે? જૂદા જુદા પ્રકારના અધિકારીઓને સમજાવી સારે રસ્તે ચડાવવા તેમાં સાહિત્યની જ જરૂર છે. કારણકે સાહિત્ય એ અનેક ભિન્ન ભિન્ન વિષચેનું એક વિશ્રાંતિ સ્થાન છે. એક સુંદર મ્યુઝિયમમાં તમે પ્રવેશ કરશે અને પછી તેમાં અનેક પ્રકારની ચીજે તમારી નજરે પડશે, એમાંની સઘળી નહિ તે કઈ પણ ચીજ તમારા અંતઃકરણને પોતાની તરફ ખેંચશે અને તમને ખુશ કરશે. એટલું જ નહિ પણ તમારા સુસ્ત અંતઃકરણને ઉત્સાહિત બનાવશે અગર ઉંઘતા અંતઃકરણને જાગૃત કરશે અને તેની અંદર કંઈ કંઈ. વિચારોને સંચાર કરશે તથા તેને પરિણામે તેને કંઈ નિર્ણય કરવાની કે નિશ્ચય બાંધવાની ટેવવાળું બનાવશે. એક ઉત્તમ પ્રકારનું સાહિત્યનું પુસ્તક પણ તેના વાંચનારને એવા જ પ્રકારને લાભ આપનારું છે. તેથી આપણું જેનસમાજમાં ધર્મનિષ્ઠા જાગૃત રહેવા, સિદ્ધાંત ગ્રંથે સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થવા, સંશય જેવાં સ્થાનમાં પણ નિર્ણય કરી શકાય તેવું સામર્થ્ય બુદ્ધિને મળવા અને સામાન્ય યુક્તિપ્રયુક્તિવાળા માણસો આડુંઅવળું સમજાવી પોતાની તરફ ખેંચી જાય એવી નબળી હાલતના મનને દઢતા મળવા આવાં પુસ્તકની ખાસ જરૂર છે. આપણામાં સંસ્કૃત ભાષાની અંદર તથા માગધી ભાષાની અંદર આવી જાતનાં પુસ્તકે પુષ્કળ મળી આવશે પરંતુ તે ભાષાને નહિ જાણનારા અને માત્ર ગુજરાતી ભાષા સમજનારા લાખે ભાઈઓને ઉપયોગમાં આવે એવાં સાહિત્યપુસ્તકની ગુજરાતી ભાષામાં ખોટ હતી તે પૂરી પાડવા માટે આ પ્રવૃત્તિ કરવાની ખાસ જરૂર પડી છે. પ્રથમ વિભાગના છ પરિચછેદ કરવામાં આવ્યા છે અને તે દરેક પરિચિછેદને એકબીજા સાથે સંગતિ તથા સામાન્ય આવશ્યકતા એ સઘળું ત્યાં જ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy