________________
પ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો.
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ભાગ ૧ લે.
જૈનસાહિત્યમાં ઉચ્ચ સ્થાનને પામેલા આ ગ્રંથ અમેાને મુનિ મહારાજ વિનયવિજયજી તરફથી અવલાકન અર્થે ઉપહારતરીકે મળેલા છે. તે અમેા આનંદ સહિત સ્વીકારીએ છીએ. આ ગ્રંથ આદ્યંત વિલાકતાં જણાય છે કે, તેના બહુશ્રુત લેખકે જૈનસાહિત્યમાં એક સારી વૃદ્ધિ કરેલી છે. ગ્રંથની અંદર ૧૧૯ અધિકારો આપી દુર્જંન વિગેરેનાં સ્વરૂપ અને ગુણુદોષનું સારૂં વિવેચન કરેલું છે. આ ગ્રંથમાં સગૃહીત કરેલા જૂદા જૂદા વિષયાના ઉત્તમ અને રસિક ભાગનું સોહન કરી યાજકે ગ્રંથને રસિક અને વ્યાખ્યાતાઓને અતિ ઉપયોગી બનાવ્યા છે. વ્યાખ્યાતાઓને સુગમ પડવામાટે સંસ્કૃત અને ગુજરાતી–ઉભય સાહિત્યના તેમાં સંગ્રહ કરવામાં આવ્યા છે. આ ગ્રંથની અંદર વિવિધ વૃત્તનાં સુભાષિતો અને કવિતાઓને ક્રમ ધણા રમણીય બન્યા છે. ઉપદેશ અને વ્યાખ્યાન કરનારાઓને પ્રસંગને અનુસરતા વિષયે મેળવી શકાય તેવા હેતુથી લેખકે જુદા જુદા અધિકારી આપી દરેક અધિકારની પીઠિકા રસિક અને સુખેાધક ભાષામાં બાંધી છે. ગ્રંથયેાજનાની પદ્ધતિ સુભાષિતરતભાંડાગારને મળતી હાવાથી સર્વ વ્યાખ્યાતા અને અભ્યાસીઓને આ ગ્રંથ વિશેષ ઉપયેાગી થાય તેમ છે. તે સાથે દરેક વૃત્ત અને છંદનાં લક્ષણા આપી તેની ઉપયેાગિતામાં વિશેષ વધારા કરેલા છે. કેટલાએક વિષયામાં તે પ્રમાણેા અને દૃષ્ટાંતાથી રસને જમાવ ઘણા સારા કરેલા છે. વિશેષમાં ગ્રંથની અંદર આવતાં સુભાષિતા કયા ગ્રંથમાંથી લીધેલાં છે તેના સ્પષ્ટીકરણુસાથે સારી અનુક્રમણિકા આપી છે. જૈનસાહિત્યમાં આવા ગ્રંથાની જે ખેાટ હતી, તે આ ગ્રંથના યાજકે પુરી કરી છે. આથી આ ગ્રંથના યોજક મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજને સંપૂર્ણ ધન્યવાદ ઘટે છે. પોતાના ચારિત્ર જીવનમાં આવી આવી પ્રવૃત્તિ કરવાને સદા ઉત્સુક રહેનારા તે મહામુનિને આહત પ્રજા સંપૂર્ણ અભિનંદન આપ્યા વગર રહેશે નહિ,
“ જૈનશાસન,”
ભાવનગર.
આ ગ્રંથના લેખક ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ છે, અનેક ગ્રંથાનું દોહન કરી અનેક વિષયોના સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવેલા હેાવાથી જૈત તેમજ જૈનેતર સને વાંચવા યાગ્ય છે ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રમાં આવા એક ગ્રંથના વધારા થયા છે. તે જાણી આનંદ પામવા જેવું છે. મુનિમહારાજાઓને આવા પ્રયાસ જન સમાજને ઉપયાગી થઇ પડે તે સ્વાભાવિક છે.
આત્માનંદ પ્રકાશ,”
પુસ્તક ૧૩–અંક ૪ થા-કાર્તિક માસ,
ભાવનગર.