SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય. પ૭૭. જન્મ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બીજા ભાગની યોજના પણ બહાર પડી ચુકી છે તે જોઈ આનંદ થાય છે અને આ બીજા ભાગની બે નકલ અગાઉથી ખરીદ કરવા માટે મારું નામ ગ્રાહકેના લીસ્ટમાં નોંધાયું છે, તે આ ગ્રંથ સારો હોવાથી સમજુ મનુષ્યોને ગ્રાહક થવા ભલામણ કરું છું સુખલાલ કેવળદાસભા, ગેરવહીવટદાર સાહેબ અને ફર્સ્ટ કલાસમેજીસ્ટ્રેટ, - જુનાગઢ સ્ટેટ-તાલાળા, આ ગ્રંથ મહાન વિષયોથી અલંકૃત છે. કે જે દુર્ગમ વિષયને પૂર્ણ સ્થિતિમાં જોવા જાણવાને તેમાટે પિતાને અભિપ્રાય આપવો એ ઉત્તમ કોટિએ પહે ચેલ વ્યક્તિનું કામ હું માનું છું. મહારા જેવી વ્યક્તિ એવા મહાન અગોચર વિષયપર શું અભિપ્રાય આપી શકે? તદપિ મહારી અલ્પ મતિ અનુસાર મહારા અલ્પ વિચાર આંહી વિદિત કરું છું. જગતમાં દરેક વિષયમાં ધાર્મિક વિષય સર્વોત્કૃષ્ટ છે અને તે વિષયમાં મુખ્ય સાર સુગુરૂ, સુદેવ, સુધર્મ ઓળખવાને છે તે આ ગ્રંથને વિષે કર્તાએ ઘણું પુસ્તકનું મથન કરી મહાન–પ્રયાસ કર્યો છે તે ખરેખર સ્તુતિ પાત્ર છે. પુસ્તકમાં સુવિદિત થયેલ વિષયે યોગ્ય રીતે અવલકાય અને તેનું મનન થાય તે માયિક મૃગજળરૂપ આ સંસારને પરમાર્થ સમજી આત્મસ્વરૂપ પ્રગટ કરી શકાય. આ મહાન પ્રયાસમાટે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે. મણિલાલ મ. અજીતપતિ, જેલ સુપ્રીન્ટેન્ડન્ટ-જુનાગઢ, પરમ દયાળુ મુનિમહારાજ શ્રીવિનયવિજયજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં આજ્ઞાનુસારી અરજુનસિંહજીના સવિનય પ્રણામ સાથ વિનતિ કે-આપ કૃપાના પ્રસાદરૂપે આ અલ્પ પ્રાણીના ઉદ્ધારજેવા આરંભેલા પુસ્તક (સાહિત્યસંગ્રહ) નાં પાંચ ફોરમ દૃષ્ટિગોચર થતાં અતિ આનંદ થયો છે. કંઈ પણ પ્રશંસા કરવી તે અતિશયોક્તિ યાતો ખુશામત સમજાય, પરંતુ આ અલ્પજ્ઞ સેવકની બુદ્ધિ શક્તિ અનુસાર એજ વિનતિ છે કે ગ્રંથમાં નીતિ, વૈરાગ્ય અને વ્યવહારના દર્શન ઉપરાંત સમજ મનન કરી વર્તે તો મોક્ષદ્વાર સમજી શકાય તેમ છે તેથી હું તો આભારી છું અને ખરેખર સાધુ ભૂષણરૂપ પુસ્તક બનશે એમ માનું છું. લી. સે. અર્જુનસિંહજી વિજયસિંહજી, ભાણવડ, ૭૩
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy