SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ • ૫૨૨ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જો. નવમ મને વિજય મળશે. આવે—આવે—ઉંડા—ઉંડા—ઉં—ડા – હૃદયના અંતસ્તમ પ્રદેશમાં શાંતિથી આવે. આજે આ જેવા પ્રયત્ન કર્યા તેવા નિત્ય હૃદયમાં ઉતરવાના—ચિતિશક્તિના મંદિરપ્રતિ જવાના પ્રયત્ન શાંતિથી, સ્વસ્થતાથી કર્યાં કરો. જ્યારે જ્યારે અવકાશ મળે, ત્યારે કરો, નિયમિત સમયે કરો. આજે જે સમયે કરી, તેજ સમયે કાલે કરજો. આગ્રહથી કરતાજ રહેજો. આકુળવ્યાકુળ થશેા નહિ. કઈં જણાતું નથી, એમ તાલાવેલી કરી, નેત્ર ઉઘાડી મહાર નાશી આવશેા નહિ. પણ ધૈયથી, પૂર્ણ શ્રદ્ધાથી, અવશ્ય ચિતિશક્તિનાં દર્શન થશે, એવી પ્રતિક્ષણ પૂર્ણ આશા ધારી, પ્રચલને સેવ્યા કરશે। અને આ પ્રકારે ક્રમે ક્રમે એકાગ્રતા વધતાં, એકાગ્રતાનું ખળ જામતાં, તમારા શુદ્ધ પ્રેમથી પરમાત્માને અનુગ્રહુ થતાં, એકાદ દિવસે તમે અનુમાન પણ નહિ કર્યું હોય તેવી ક્ષણે, હૃદયમંદિરનાં દ્વાર આપેાઆપ ઉઘડી જશે અને અન તૈશ્વર્યાધિપતિ, જ્ઞાનના, શાંતિના, સુખના મહેાદિષ પરમાત્મા તમને પ્રત્યક્ષ થશે.* અહા! તે સમયના તમારો આન, તે સમયનું તમારૂં સુખ, તે સમયનું તમારા હૃદયમાં પ્રકટતું અનધિ જ્ઞાન, તે સમયનું તમારૂં અમર્યાદ સામર્થ્ય ! અહા! વાણી તેને વર્ણવવા સમર્થાં નથી. તો વાત્રો નિવતેને અદ્રાવ્ય મનસા સદ્દ–મન, વાણી, બુદ્ધિ તમારા તે અલૌકિક, અવનીય પ્રભાવને જોઇ જાણી સ્તબ્ધ થઇ જાયછે. તમે મનુષ્ય મટી ઈશ અને ઈશના પણ ઈશ થાછે. તમે મૃત્યુલેાકમાં અમરભાવને પામેછે. તમે દુઃખથી પૂર્ણ ગણાતા સંસારમાં બ્રહ્મસદનને અનુભવ કરેછે. તમે ઉંચે અને નીચે તથા આઠે દિશામાં આનંદ, આનંદ અને આનંદમાં લીન થઈ આનંદસ્વરૂપ થઇ જાઓ. નેત્ર મીંચી હૃદયમાં ઉપર કહ્યા પ્રમાણે ઉતરતાં તમને ચિતિશક્તિનાં દર્શન ન થાય, તે તેથી નિરાશ થશે નહિ, તેમ પ્રયતના ત્યાગ કરશેા નહિ. શું તમે એમ માને છે કે જમીનમાં ગેટલે રાખે કે ખીજીજ ક્ષણે કેરીઓ આવવી જોઇએ અને રસરોટલીનું ભાજન મળવુંજ જોઇએ ? શું તમે એમ માનેછે કે ઘરના પાયા ખેાઢવાને કાદાની ઉંચકી કે બીજીજ ક્ષણે સુંદર મહુડીય મોંધાઇજ જવા જોઇએ? તમે આવી ખાખતામાં તાલાવેલી કરનારને મૂમાં ગણી કાઢો. અને તેને ધૈયથી દીર્ઘકાલ પ્રયત્ન કરવાનેા એધ આ પાછા, તા એ આધ તમે પેાતે ગ્રહણ કરવામાં કેમ અજ્ઞાન સૂચવે છે ? ચિતિશક્તિનું દર્શન થવું, એ તે ફળ છે અને તે ફળ તમને પહેલે દિવસે ન જણાયું માટે પ્રયત્નમાં કાંઇ માલ નથી, એમ શું માનવાનું? ખી રાખ્યા પછી કલાકે અંકુર ન નીકળ્યે એટલે રાપનાને પ્રયત્ન નિષ્ફળ છે, એમ માનવાનું ? * એટલે શુદ્ધ સમ્યક્ત્વ પ્રકટ થશે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy