SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પ ل فی یحیی دیتی ہے વ્યાખ્યાન સાહિબ્રણ ભાગ ૨ दुःखाद्रौ वज्रकोटिगुरुमदनतरुच्छेदने सत्कुठारः, किं किं नोल्लेखितः स्याज्जगति तनुभृतामागमो जैनचन्द्रः ॥१२॥ તે સ્થાપિ. આ જગતમાં શ્રીજિનભગવાને કહેલ આગમને લખી અથવા લખાવી તેની રક્ષા કરી હોય તો તે આગમ શું શું ફળ નથી આપતે? જેમ કે મિથ્યાત્વરૂપી અંધારાને મટાડવામાં સૂર્યરૂપ, મોક્ષમાર્ગે પહોંચાડનાર રથરૂપ, લક્ષ્મીને બેલાવવાના મંત્રરૂપ, મોહરૂપી હાથીનું કુંભસ્થળ (માથુ) ચીરવાના વિધિમાં સિંહરૂપ, દ્વેષરૂપી અગ્નિને શાંત કરવામાં મેઘરૂપ, દુઃખરૂપી પર્વતને નાશ કરવામાં ઇદ્રના વજની ધારરૂપ અને મહાન કામદેવરૂપી વૃક્ષ (ઝાડ) ને કાપવામાં તીણ કુહાડારૂપ બને છે, અર્થાત્ ભવ્યજીને ચંદ્રમાના જે શાંતિકર એ શ્રી તીર્થકરોએ પ્રણીત સિદ્ધાંત લખવાથી (રક્ષણ કરવાથી) મિથ્યાત્વને મટાડે છે, ક્ષમાગે પહોંચાડે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, મેહને નાશ કરે છે, દ્વેષની શાંતિ કરે છે, દુઃખને કાપી નાખે છે, કામને ઉદ્દભવવા દેતે નથી. તે સિવાય પણ સમગ્ર ઇચ્છિત વસ્તુ પૂર્ણ કરે છે. ૧૨. ફક્ત વ્યવહાર સાચવવા ચોપડાઓમાં દસ્તાવેજો લખવાની જેટલી જરૂર છે તેનાં કરતાં સંસારરૂપી વિષમાં રખડતા જીવનો ઉદ્ધાર કરનારાં શાસ્ત્રોને લખી જાળવવાની અતિશય જરૂર છે કે જે શાસ્ત્રોપદેશથી અનેક પ્રકારની કળાએ તથા અનેક પ્રકારની કારીગીરીઓ તેમજ પરિણામે પુષ્કળ સુખદાતા મોક્ષપદવી પણ મળી શકે છે, તેવાં શાસ્ત્રોનું જે મનુષ્ય રક્ષણ કરે છે તે મનુબેએ શું કાર્ય નથી સાધ્યું? અર્થાત્ સર્વ સાધ્યું છે. એ સમજાવી અનેક વિ. ષયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થતાં દુઃખ સમજાવા અજ્ઞાન અધિકાર લેવા ધારી આ પુસ્તકસંરક્ષણ અધિકારની વિરતિ કરી છે. જw : અજ્ઞાન– વાર. SE - પૂણ્યસામું પાપ, સુખસામું દુઃખ, લાભસામે હાનિ તેમ જ્ઞાનથી હુંફ વિપરીત તે અજ્ઞાન કહેવાય છે. વિષયજન્ય જ્ઞાનને પણ અજ્ઞાનમાં જ સમાવેશ થાય છે તેથી તેવા વિષયજન્ય જ્ઞાનને અજ્ઞાનરૂપજ જા'ણવું જોઈએ. પરંતુ તેમ જાણવામાં ન આવે અને તેને જ્ઞાનરૂપે જાણવામાં આવે તો તેથી મનુષ્યને અધિક હાનિનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જેથી તેનું
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy