________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જો.
નવમ
ઉત્તમ સ્યાદ્વાદભ’ગીરૂપી લહેશના સમૂહયુક્ત એવા જ્ઞાનરૂપી સમુદ્રમાં આલાકમાં જેએએ પ્રયન કરેલ છે. અર્થાત્ ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવેલ છે એવા તે પુરૂષને સ’સારરૂપી સાગર નક્કી એક ખાખેચીયાસમાન થાયછે એમ જ’ગમ તીર્થારૂપ એવા શ્રીજિનેશ્વર ભગવાનેએ જણાવ્યું છે. ૩ર.
જ્ઞાનસ આગળ અન્ય રસા નકામા છે.
**
उपजाति.
सुधा सुधा याति रसंप्रयुक्ता, सा शर्करा कर्करवद्विभाति ।
द्राक्षा क्षयखं क्षणतः प्रयाति प्राप्ते सति ज्ञानरसप्रवाहे ॥ ३३ ॥
જીવને જ્ઞાનરૂપી રસને પ્રવાહ પ્રાપ્ત થતાં ક્ષણુ માત્રમાં અતિ રસયુક્ત એવું જે અમૃત તે વૃથા (ફ્રાગટ) થઇ જાયછે અને સાકર કાંકરાતુલ્ય ભાસેછે, તેમ પ્રાખ ક્ષયપણાને પ્રાપ્ત થાય છે. ૩૩.
જ્ઞાનથી તેજોમય બ્રહ્મનું દર્શન થાયછે.
इन्द्रवज्रा.
ज्ञानाख्यसूर्यस्य महाप्रभावादज्ञानतामिस्र कदम्बकानि ।
नाशं प्रयान्ति त्ववनिस्थितानां ज्योतिः परं च प्रकटत्वमेति ॥ ३४ ॥
જ્ઞાનરૂપી સૂર્યના મહાન પ્રભાવથી મનુષ્યેાના અજ્ઞાનરૂપી અંધારાના સમૂહ નાશ પામી જાય છે અને પરબ્રહ્મરૂપી તેજ પ્રસિદ્ધપણાને પામે છે, એટલે અન્તઃકરણમાં બ્રહ્મદર્શન થાયછે. ૩૪.
જ્ઞાની પુરૂષાને સંસારરૂપી સૂર્યના તાપ પીડા કરતા નથી.
उपजाति.
भवार्कतापैः परितापितानां ज्ञानं जनानां जलयन्त्रतुल्यम् । यत्माप्य नैवानुभवन्ति तापं, नाना प्रकारं भवयोनिभूतम् ।। ३५ ।। સંસારરૂપી સૂર્યના તાપથી તપાયમાન થયેલા મનુષ્યને જ્ઞાન તે ફુવારાતુલ્ય છે કે જે ફુવારાને પામીને સંસારમાં જન્મવાથી ઉત્પન્ન થયેલા નાના (ભિન્ન ભિન્ન ) પ્રકારના તાપને લેાકેા અનુભવતા નથી. અર્થાત્ કે જ્ઞાનીઓને સંસારના તાપ તપાવી શકતા નથી. . રૂપ,