SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સક્ષમ મેહને લીધે હાનિ. आयुगलत्याशु न पापबुद्धिर्गतं वयो नो विषयाभिलाषः। यनश्च भैषज्यविधी न धर्म, स्वामिन् महामोहविडम्बना मे ॥ १६ ॥ હે સ્વામિન! મારું આયુષ સર્વ નાશ પામવા આવ્યું, તે પણ મારી પાપ પરિણામની બુદ્ધિ ગઈ નહિ, મારી તરૂણ અવસ્થા પૂરી થઈ, તે પણ મારી વિષયવાંછા તે હજી અધુરીજ જણાય છે, હે પ્રભુ, મેં મારા શરીરના જતન કરવામાં ઘણે શ્રમ લીધે, પણ શરીરની અંદર રહેલે જે આત્મા તેની શુદ્ધિને અથે તે કઈ પણ પ્રકારનો વિચાર જ ન કીધે, અર્થાત, કોઈ પણ સુકૃત ન કર્યું, એવી મારી મહા મેહવિટંબના તે જુઓ? ૧૬, નાસ્તિકનું આચરણ. नात्मा न पुण्यन्न भवो न पापं, मया विटानाङ्कटुगीरपीयम् । अधारि कर्णे त्वयि केवलार्के, परिस्फुटेसत्यपि देव घिमाम् ॥ १७ ॥ હે પ્રભુ, આપ કેવળ જ્ઞાનરૂપી સૂર્ય, સાક્ષાત, અતિ પ્રગટ છતાં મેં જીવ એટલે આત્મા નથી, પુણ્ય નથી. પાપ નથી, પુનર્ભવ નથી, સ્વગ નથી, નરક નથી, મોક્ષ નથી, કાંઈ નથી, ઈત્યાદિક અધમ નાસ્તિક, દુર્જનની વાણી મેં કાને ધારણ કરી, માટે ગુણ અવગુણના વિવેકે કરીને રહિત, એવા મુજ મૂઢ અવિવેકને ધિક્કાર છે. ૧૭. મનનું ગભરાવું. વપૂના પગપૂના, ર શ્રાદ્ધધર્મશ ન સાધુધર્મા लब्ध्वापि मानुष्यमिदं समस्तं, कृतं मयारण्यविलापतुल्यम् ॥ १८ ॥ હે ભગવન, મને દશ દષ્ટાતે દોહિલે એ સર્વ ઉત્તમ ધર્મની સામગ્રીયુક્ત ઉત્તમ કુલવાન મનુષ્યભવ મળે છતાં, મેં દેવાધિદેવની સાચે દિલે પૂજા ન કરી, સત્પાત્રને વિષે ભક્તિભાવે દાન ન દીધું, બાર વતરૂ૫ શ્રાવકોને ધમ રૂડી રીતે ન પાળે, તેમ પંચ મહું વ્રતરૂપ શુદ્ધ રત્નત્રય આરાધનરૂપ સાધુધર્મનું યથાર્થ પાલન ન કર્યું; એવી રીતે સર્વસ્વ અનુકૂલ મન્યા છતાં તે ગુમાવ્યું, અને બાકી જે કર્યું તે સવે રણવગડામાં રૂદન કરવા સરખું-વ્યર્થ કર્યું. ૧૮. છીપમાં રૂપાની અને પીત્તળમાં સેનાની ભ્રાંતિ. चक्रे मयाऽसत्स्वपिकामधेनुकल्पद्रुचिन्तामणिषु स्पृहार्तिः । न जैनधर्म स्फुटनर्मदेऽपि, जिनेश मे पश्य विमूढभावं ॥ १९ ॥
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy