SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨છે. નવમ એકવખતે અકબર બાદશાહે બીરબલને પુછયું કે “બીરબલ દુનીઆમાં જે નાગ કહેવાય છે તે કેવા પ્રકારને ના સમજવો કેમકે કપડાં પહેરે છે છતાં તે નાગ કહેવાય છે, તે નાગ હજુ મારા જેવામાં આવ્યું નથી તેથી જેવા ચાહું છું' બીરબલે કહ્યું “નામદાર! આપની ઈચ્છા છે કે, હું ગમે ત્યાંથી ખરેખર નામે ખોળી લાવીશ. પરંતુ થોડા વખત લાગશે.” બાદશાહે કહ્યું કે “તેની કોઈ ચિંતા નહિ.” ત્યારપછી બીરબલે નાગાને શિરોમણિ એક “લાલ” હતો, તેને બોલાવી ખાનગીમાં કહ્યું કે, હાલમાં મારા સાંભળવામાં આવ્યું છે કે, કાંઈ પૈસેટકેથી તમે જરા તંગ હાલતમાં છે માટે કહું છું કે, તમારે કઈ વાતે મુંઝાવું નહિ અને જરૂર હોય તે, કાલે દરબારમાં બાર વાગે આવવું, જેથી બસે-પાંચ રૂપિયા અપાવીશ, તેથી કેટલેક વખત ટેટુ ચાલશે પછી પ્રભુ ઘણોજ દયાળ છે. આ પ્રકારનું બેસવું સાંભળી નરેંદ્રલાલે કહ્યું કે “આપ સાહેબ અમારા જેવાની સંભાળ લેતા આવ્યા છે, એટલે વિષમ વખતે બાજી સુધારી લેવા આપ કાળજી ધરાવે એમાં શું આશ્ચર્ય જેવું છે? જ્યાં સુધી અમારા જેવા લાલ લેકેની પાસે નાણાં હોય ત્યાંસુધી તે નવલશાહ હીરજીના દીકરા પણ જ્યારે ખીસ્સાં ખાલી, ત્યારે તે હાલીવાલી જેવા બની ટક્કાના ત્રેપન શેર થઈ રખડીએ. મળ્યા તે મીર ન મળ્યા તે ફકીર અને મુવા પછી તે પીર થનારા એમજ છીએ, તે માત્ર તમને આ શીષ દઈશું કે ભગવત તમને સલામત તંદુરસ્ત રાખે! બીજું તે અમે આપીએ કરીએ તેવા શું છીએ. વારૂ હવે હું રજા લઉ છું અને કાલે કચેરીમાં જરૂર આવીશ. એમ કહી લાલસાહેબ રખડપટ્ટી ડીપાર્ટમેન્ટમાં પધાર્યા. બીજે દિવસે બીરબલ કચેરીમાં બેઠે હતો તે વખતે સંકેત પ્રમાણે લેવાની વખતે સાચે વાયદે સાચવનાર લાલ આવી પહોંચ્યા અને શાહને બીરબલે ખાનગીમાં અરજ કરી કે “આ બિચારે હાલ પૈસા તરફથી તંગ હાલતમાં છે. જેથી આપ નામદાર પાસે આવેલ છે માટે ગરીબ અવસ્થામાં આવેલ પોતાની પ્રજાને સહાયતા આપી હાલત સુધારવી જેઇએ. આવું બીરબલનું બેલવું સાંભળી શાહે કહ્યું કે ભલે જે એમ હોય તે, જે રકમ એને જોઈતી હોય તે આપવા ખજાનચીને હુકમ લખી આપ. પછી નરેંદ્રલાલને બોલાવી ખાનગીમાં પુછયું કે કેટલા રૂપીઆની હાલ જરૂર છે? લાલે કહ્યું કે માત્ર પાંચશેની જરૂર છે અને તે એક માસની અંદર પાછા આપી દઈશ. તદનંતર ખજાનચી ઉપર હુકમ લખી પાંચ રૂપીઆ અપાવ્યા. માસ થયે બે માસ થયા, પણ લાલ સાહેબ તે લમણે વાળેજ શાના! છેવટે સીપાઈ મકલી લાલને બેલાવી રૂપિયાની ઉઘણું કરી એટલે લાલે જવાબ આપે કે માફ કરજે, મારાથી મુદતસર ૧ બીરબલ બાદશાહ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy