________________
૨૧૬
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૨ જે
આમ
ગુણવાનું ગુણવાની સાથે અને નિર્ગુણ નિર્ગુણની સાથે શેભે.
#એક સમય બાદશાહ કચેરીમાં બિરાજમાન થયા હતા તે વખતે પિતાને દૂધભાઈ (ધાયમાતાને છેકર) શાહ હજુર આવ્યું તેને શાહે પ્રેમસહ પિતાના નજીક બેસાડી બિરબલ પ્રત્યે જણાવ્યું કે “આ અમારા દુધભાઈ છે અને એમને એક નાનું રાજ્ય આપવા માટે ઇરાદે છે. પરંતુ તે ન્હાના રાજ્યમાટે ન્હાના બિરબલની પણ અતિ આવશ્યકતા છે તેથી એક લ્હાને બિરબલ પિદા કરી લાવે.” તે સાંભળી બિરબલે કહ્યું કે
જે હકમ નામદાર?” બીજે દિવસે એક બળદને શણગારી રેશમી રસી ગળામાં બાંધી પોતે તે બળદને દેરી કચેરીમાં આવ્યું તે જોઈ બાદશાહે આશ્ચર્યયુક્ત થઈ પૂછયું કે “આ શું? અને મારા દૂધભાઈ માટે ન્હાને બિરબલ શોધી કહા કે નહિ?” તે સાંભળી બિરબલ બેલ્યો કે “જી સરકાર? હાજર છે, આપના દુધભાઈમાટે મારે જ દૂધભાઈ લઈને આવ્યો છું તે નિહાળે.” એમ કહી બળદને દેખાડે ત્યારે શાહે કહ્યું કે “તમારે દૂધભાઈ બળદ શી રીતે થાય?” ત્યારે બિરબલે કહ્યું કે “નામદાર! આ આપના દૂધભાઈ શીરીતે થાય? બાદશાહે જણાવ્યું કે “એમની માનું છું દૂધ પીતે હિતે તેથી અમારા દૂધભાઈ છે?” ત્યારે બિરબલે હર્ષ સાથે જણાવ્યું કે “હું પણ આ બળદની માનું જ દૂધ પીઈ મેટે થયે છું માટે આ પણ મારે દૂધભાઈ કેમ ન કહેવાય?” તે ગૂઢાર્થવાળે જવાબ સાંભળી બાદશાહ મનમાં હર્ષયુક્ત થઈ ચુપ થઈ રહ્યા. કારણકે બિરબલે મમમાં જણાવ્યું કે મેટા લેકેની બરેબરી હલકા લેકેથી કદી પણ કરી શકાય નહિ માટે આપના વિચાર અતિ ઉત્તમ છે તદપિ અધિકારીનેજ અધિકાર એગ્ય છે તેમ બિરબલ આપનાજ દરબારમાં શેભે. આવી વાર્તામાં છુપી યુક્તિ રહેલી હતી તેથી શાહ મનમાં સમજી બિરબલની યુક્તિ વખાણવા લાગે.
જેમ અંધ આગળ આરસી, સમુદ્રમાં સ્વાતિ નક્ષત્રવિનાની વૃષ્ટિ, અરયમાં રૂદન, બધિર આગળ ગાયન, અજીર્ણના રેગીને સુભેજન, ક્ષાર જમીનમાં બીજનું વાવેતર અને જાગૃત થયા પછી સ્વમ કથા નિષ્ફળ છે તેમ અયોગ્ય–અબુધપ્રતિ સર્વ શ્રમ વૃથા છે એમ સમજાવી ચાગ્યાયેગ્યતા અધિકારતરફ ધ્યાન ખેંચવા આ અયોગ્ય અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* બીરબલ બાદશાહ.