SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. મિથ્યાત્વ-અધિકાર. ૧૮૧ મિથ્યાત્વના ભેદ કહે છે. विमूढतैकान्तविनीतसंशयप्रतीपताग्राहनिसर्गभेदतः। जिनैश्च मिथ्यात्मनेकधोदितं, भवार्णवभ्रान्तिकरं शरीरिणाम् ॥ ८॥ વિમૂઢતા, એકાંત, વિનીત, સંશય, પ્રતીપતા (વિપરીતતા), આગ્રહ, અને નિસગને ભેદથી શ્રીજિનેશ્વર ભગવોએ મિથ્યાત્વનું અનેક રીતે પ્રતિપાદન કર્યું છે કે જે મિથ્યાત્વ મનુષ્યને સંસારરૂપ સાગરમાં ભ્રમણ કરાવવાવાળું છે. ૮. વિમૂઢતા મિથ્યાત્વનું સ્વરૂપ. परिग्रहेणापि युतास्तपस्विनो, वधेऽपि धर्म बहुधा शरीरिणाम् । अनेकदोषामपि देवतां जनस्विमोहमिथ्याखवशेन भाषते ॥९॥ સમકિત મેહની, મિથ્યાત્વ મોહની અને મિશ્ર મેહની એ ત્રણ મોહનીના વશથી માણસ પરિગ્રહ કરીને ચુક્ત એવાને પણ તપસ્વી એમ કહે છે, ઘણા પ્રકારે પ્રાણીઓના વધને વિષે પણ ધર્મ કહે છે અને અનેક દેષવાળાને પણ દેવ કહે છે. અર્થાત્ કુગુરૂ, કુધર્મ અને કુદેવને પણ સુગુરૂ, સુધમ અને સુદેવતરીકે માને છે. એ વિમૂઢતા મિથ્યાત્વ સમજવું. ૯. એકાંત નામના મિથ્યાત્વવાળાને મતિવિપર્યાસ દેખાડે છે. विबोधनित्यत्वमुखिखकर्तृताविमुक्तितद्धेतुकृतज्ञतादयः । न सर्वथा जीवगुणा भवन्त्यमी, भवन्ति चैकान्तदृशेति बुध्यते ॥१०॥ જ્ઞાન, નિત્યપણું, સુખીપણું, કર્તાપણું, મોક્ષ, તેનું કારણ અને કૃતજ્ઞપણું, એટલે કરેલા કાર્યનું જાણવાપણું, આ વિગેરે જીવના ગુણો સર્વથા નથી છતાં તે જીવના ગુણો છે, એમ એકાંતમિથ્યાત્વ દષ્ટિને લીધે સમજાય છે. ૧૦. વિનીત નામના મિથ્યાત્વમાં પરાયણ એવા મનુષ્યની અસ્થિરતા. न धूयमानो भजति ध्वजः स्थिति, यथानिलैर्देवकुलोपरि स्थितः । समस्तधर्मानिलधूतचेतनो, विनीतमिथ्यात्वपरस्तथा नरः ॥ ११ ॥ દેવના મંદિર ઉપર રહેલ એ દવજ (ધજા) જેમ પવનથી હલાવ્યો છતે સ્થિર રહી શકતું નથી તેમ જગના તમામ ધર્મોથી જેની બુદ્ધિ ચલાયમાન થઈ છે એ વિનીત મિથ્યાત્વમાં તત્પર પુરૂષ શુદ્ધ જૈનધર્મમાં સ્થિર રહી શકતા નથી. અર્થાત્ જગમાં કેટલાક મનુષ્ય આ ધર્મમાંથી
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy