________________
પરિચ્છેદ. સુભાષિતપ્રશંસા-અધિકાર
૧૫૫ ઇન્દ્રવિજય. કામ શુણી અરધે ને જઈ, કાશદ તુય કરે કદી કૂદી, શીત વૃષા ન વિચાર કરે, ને વિચાર કરે રજની વદિ સૂદી; લાડુ જલેબી જમાડી જુઓ, અછતે પીરસે કદળી ફળ છુંદી, કડ કરે દલપત કહે પણ, જીભ મીઠાશની વાત જ જુદી.
દલપત. મધુર વાણીથી કેયલ કે મયૂર પ્યારા લાગે છે, પુત્ર કે પુત્રી અથવા પતીઉપર સ્નેહ વધે છે, શત્રુ કે રાજા, માતા કે પિતા અથવા ગુરૂ વશ થાય છે, એ સર્વ પ્રતાપ મધુરવાણી છે એમ સમજાવી આ મિષ્ટભાષણ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
-
કુમાષિતપ્રશંસા-સ્મૃધિકાર.
-
જે અન્ય વ્યવહારના ઉપદેશ કરતાં દુનિયાને ધમને ઉપદેશ કરવાની છે. પહેલી જરૂર છે. કારણકે ધર્મને અનુસારે મનુષ્યને વ્યવહાર સરલ અને તેને પિતાને તેમજ આખી દુનિયાને સુખદાયક થાય છે. તેથી ધમને ઉપદેશ કર એ મહટામાં મોટું પુણ્યનું કામ છે. ધર્મને ઉપદેશ કરવામાં તેમજ અન્ય વ્યવહારને યોગ્ય ઉપદેશ કરવામાં જેની પાસે સુભાષિત સંપત્તિ હોય તે બીજાઓને ધારેલી અસર કરી શકે છે માટે સુભાષિત એ સૈાને માટે જરૂરનું છે અને તેમાં પણ ધમનો ઉપદેશ કરનાર માટે તે વધારે જરૂરનું છે. 'મિષ્ટતાની સાથે “સુભાષિત” એ શિક્ષણનું પરિણામ છે. એટલે સુશિક્ષિત થયેલ મનુષ્ય તેના સ્વાદના રહસ્યને જાણી શકે છે. અન્યને તેનું ભાન થવું અશક્ય છે. ઇત્યાદિ બાબતનું દિગ્દર્શન કરાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.