________________
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ-ભાગ ૨ ૉ.
સમ
તેજ પાત્રથી બીજાએ, ત્રીજાએ, ચાથાએ એમ પરપરાથી ઘણા મનુષ્ય પીતા જોવામાં આવેછે, ઉપરથી જોતાં આમાં કાંઇ દોષ જેવું જણાશે નહિ, પણ તેના કારણેાની તપાસ કરતાં આવી રીતે પાણી પીવું તે અજી. પાણી પીવા ખરાખર છે. એકનું વધેલું અન્ન આપણે ખાતા નથી, તે પાણી પણ જે પાત્રથી પીધું હોય તે પાત્ર સાફ કર્યા સિવાય પીવું એ અઠ્ઠું થાયછે. એ પવિત્રતાને જાણનાર મનુષ્યથી સહેજ સમજાય તેમ છે. ધાર્મિક દૃષ્ટિથી એ વાત બાજુએ મૂકીએ તાપણુ આરોગ્યની દૃષ્ટિથી વિચાર કરતાં . એકનું માં દુર્ગંધ મારતું હોય અથવા ખીજે કંઈ ચેપી રોગ થયેલે હાય તે તેના ચેપને લીધે ખીજા પીનારને પણ નુકસાન થાય એ સ્વાભાવિક છે. જેવી રીતે કપડાંને પરસેવાથી અસર થાયછે, તેવીજ રીતે પાત્રને પણ માંમાંથી નીકળતા શ્વાસની ગંધને લીધે તેના સસ્કાશ પડેછે, તે બીજાનામાં આવેછે. ધારો કે કઇ માણસ વ્યસની છે, તે દારૂનું સેવન કરેછે, તેના પીધેલા પાત્રથી ખીજે માણસ પીશે તે તેના વાસ આવ્યા સિવાય રહેશે નહિ અર્થાત્ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચાર કરીશું તેા આવી રીતે પાણી વિગેરે પીવાથી એકના દોષ બીજાનામાં આવેછે, અથવા તેને જે રાગ થયા હોય તેને ચેપ તેના શરીરમાં તે દ્વારા દાખલ થાયછે. વૈષ્ણવસંપ્રદાયમાં ઘણું ઠેકાણે પાણી ઉંચેથી પીએછે, અર્થાત્ પીવાનું પાત્ર મેઢે અડકાડતા નથી. આ અતિશય શુદ્ધિની વાત છે, તે અનવી કઠણ પડે પણ દરેક પાતપાતાનાજ પાત્રથી પાણી પીએ એ વાત અનવી અસંભવિત છે એમ નથી. ન્યાતમાં અથવા ખીજે ઠેકાણે જમવા જાયછે, ત્યાં જળપાત્ર લેઇ જવાયછે, તેથી પણુ બનતાંસુધી એકબીજાના પાત્રથી પાણી ન પીવાનું બની શકેછે, પણ આ ખાખતને મોટો દોષ જ્યાં ઘણી મંડળી એકત્ર થઇ હોયછે, ત્યાં એક માણુસ પાણી પીનાર હોયછે ત્યારે એકજ પાત્રથી ઘણા માણસો પાણી પીએ છે. તે કાઇને તેની લેશમાત્ર શંકા સરખી પણ થતી નથી. જ્યારે કોલેરા કે એવા ચેપી રાગ થાયછે, ત્યારે મનુષ્ય સ્વચ્છ પાણીની, તેના પાત્રની અને બીજાનું પીધેલું પાણી નહિ પીવાની એવી ઘણી સંભાળ રાખેછે. શું આવી સંભાળ જ્યારે આવે રોગ ફાટી નીકળે ત્યારેજ રાખવાની છે કે મેશના માટે રાખવાની છે? મારા એક વિદ્વાનમિત્ર હમેશ પેાતાના નાકર પાસેથી પાણી મંગાવી પીતા હતા. પાણી જે પાત્રમાં રહેતું હતું તે સારૂં થાયછે કે કેમ તથા તે પાણી ગાળવામાં આવેછે કે કેમ તેની તે ભાગ્યેજ દરકાર રાખતા અને તેમના બેચાર મિત્રા આવે તે પણ એજ પાત્રથી પાણી પીતા હતા. એક વખત કાલેરા જોરથી શરૂ થયા ત્યારે ષિત પાણી પીવાથી કાલેરા થાયછે, એવી વાર્તા છાપાદ્વારા જાહેર થઇ તેનું વાતાવરણ થવા માંડયું એટલે સ્વચ્છ પાણી પીવાની કાળજી થઇ. જો કે ગાળ્યા વગરનું તથા વાસી પાણી જેમાં જંતુઓ પડેછે, તેવું દૂષિત પાણી પીવાથી રોગ થાયછે એમ સર્વ જાણેછે,
૧૪૦