SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ મંડળને અને ખાસ એક સાહિત્યપ્રકાશક પ્રિન્ટિંગ પ્રેસ ખે છે કે જે પુસ્તક છપાવવાં હોય તે વગર વિલંબે ટાઈમસર છાપી આપે છે. બીજા શહેરના પ્રેસ કરતાં આ પ્રેસ ઉત્તમ પ્રકારનું કામ કરી બતાવે છે છતાં તેનું ખર્ચ તેના પ્રમાણમાં તથા બીજા પ્રેસોના પ્રમાણમાં ઓછું છે, તે સંબંધી એક વખત કામ કરાવવાથી પૂર્ણ ખાત્રી થશે. આ મંડળ જેમ પૂજ્ય મુનિરાજ વિનયવિજયજી મહારાજજીના ઉપદેશથી તેમનાં પુસ્તકોનું પુસ્તકાલય સ્થાપી તે પુસ્તકાલયને સાર્વજનિક ઉપયોગમાં લે છે તેમ તેવા બીજા મુનિમહારાજે તેવી જાતને જે ઉપદેશ કરશે તે તેમનાં પુસ્તકોની પણ તેવી ગોઠવણ કરી આપવામાં આવશે અને તે જ્યાં જેટલાં પુસ્તકો મગાવશે ત્યાં તેટલાં પુસ્તક જે તેઓશ્રી પોસ્ટ કે રેલ્વે ચાર્જને બંદોબસ્ત કરી આપશે તે મેલવામાં આવશે અને પાછાં મોકલી આપશે ત્યારે રીતસર ચાલતા ક્રમ પ્રમાણે સાર્વજનિક ઉપયોગની સાથે તેનું રક્ષણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં હાલ લગભગ ૧૧૦૦ પુસ્તક છે. . ગરીબ શ્રાવક તથા શ્રાવિકાઓને ધર્મવૃદ્ધિમાટે તત્ત્વજ્ઞાનદીપિકા તથા સામાયિકસૂત્ર એવાં બે જાતનાં પુસ્તકો ફક્ત પિષ્ટ ખર્ચને ચાર્જ ૦-૨-૬ મોકલ્યથી મેકલવામાં આવશે. પુસ્તકે ખલાસ થયે મોકલવામાં આવશે નહિ. છેવટ શ્રીનિંદ્ર ભગવાનની પાસે આ મંડળ એમજ માગે છે કે પ્રભાવશાળી મુનિમહારાજેના આવા પ્રકારના સુપ્રયત્નો સમગ્ર સંઘને સુખકારી નિવડતા રહો અને ધર્મની અખંડ જાગૃતિ રહો. તથાસ્તુ. જમનગ૨. ૧-૭–૧૯૧૬. વર્ષારંભ. શ્રી સાહિત્યપ્રકાશક મંડળ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy