________________
પરિચ્છેદ.
સુશાસ્ત્ર અધિકાર. શાસ્ત્ર જ્યોતિષ સિવાય ખલના. अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः ।
प्राप्नुवन्ति परं खेदं प्रस्खलन्तः पदे पदे ॥ ५॥ શાસ્ત્રરૂપી પ્રદીપ વિના, અટણ પદાર્થની પાછળ જનારા જડ પુરૂ પગલે પગલે ખલના પામતા ઘણે ખેદ પામે છે. ૫
વિવેચન-પત લક્ષણ યુક્ત શાસ્ત્રરૂપી જ્યોતિષ સિવાય જડમતિ ય. થાય મેક્ષ વરૂપ અને તેના સાધનાદિ વસ્તુના બેધને પામવાથી અજ્ઞાન રૂપી અંધકારને વિષે મગ્ન હીનસવ હોઈને મેક્ષના અનુયાયીની સદશ દેડતા, સ્થાને સ્થાને ખલના પામી દુગર્તિ માં પડવાથી જેની મુકિત પ્રયાણની ગતિને ભંગ થતાં પુનઃ પુનઃ સંતાપ પામે છે. . अज्ञानाहिमहामन्त्रं स्वाच्छंद्यज्वरलड्डन्नम् ।
धमोरामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः ॥ ६ ॥ શબ્દાર્થ–મહર્ષિએ કહે છે કે શાસ્ત્ર છે તે અજ્ઞાન રૂપી સર્પને મહામંત્ર છે. સ્વેચ્છાચારી તાવને લાંઘણ રૂપ છે, અને ધર્મ રૂપી આરામને વિષે સુધાનું ઝરણું છે. ૬
વિવેચન–જ્ઞાનાદિ ગુણએ કરીને જે ગરિષ્ઠ છે એવા ઋષિઓ અનુષ્ટય જ્ઞાપક શાસ્ત્રના કરનારા આચાર્યો, અજ્ઞાનરૂપી સર્પ શુદ્ધ શ્રદ્ધાને નાશ રૂપ મૂØ ઉત્પન્ન કરનાર તેનાથી કરેલ કુવાસનારૂપી વિષવેગને ઉતારવાને માટે પૂર્વોક્ત શાસ્ત્રને મહામંત્ર કહે છે તથા સ્વાચ્છઘ એટલે નિજ ઈચ્છાકારી પણું તે રૂપી જે જવર તેને નાશ કરવાને લાંઘણું રૂપ કહે છે. ધર્મ એટલે નિજસ્વભાવ અને મેક્ષના ઉપયનું સેવવું તે આરામ બગીચે. તેને વિષે અમૃતનું ઝરણું નીકળે છે.
શાત્રાભ્યાસથી પરમપદપ્રાપ્તિ. શાસ્ત્રો વાર્તા વ શાસ્ત્રજ્ઞઃ સારા !
शास्त्रोकदृग् महायोगी प्राप्नोति परमं पदम् ॥ ७ ॥ શબ્દાર્થ-શાકત આચારના કર્તા, શાસના જાણનાર, શાસ્ત્રના ઉપદેશક, અને શાસ્ત્ર રૂપી એક દષ્ટિ છે જેની એવા મહાયેગી, પરમ પદ પ્રાપ્ત કરે છે. ૭
વિવેચન-મુમુક્ષુઓ માટે જે કર્તવ્ય શાસ્ત્રમાં કહ્યું છે તેને શાસ્ત્રાનુસાર કરવાવાળા સ્યાદવાદ દેશકપણુદિ લક્ષણે કરીને શાસ્ત્રને જાણે છે. અને શાસ્ત્રના અર્થોને ભાગ્ય પુરૂષને ઉપદેશ કરે છે અને શાસ્ત્ર એકજ જેની દષ્ટિ છે, એવા મહા યોગીમોક્ષના ઉપાય સેવનાર–સર્વેકૃષ્ટ રશ્મન પ્રાપ્ત કરે છે. ૭