________________
પરિચ્છેદ
તીર્થ માહાભ્ય-અધિકાર.' ભીમ મંત્રી પાસે આવ્યો. મંત્રીને તે કળશ સંબધી વૃત્તાંત કહીને તીતાને માટે તે આપવા લાગ્યા. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બળાત્કાર આપવા લાગ્યું એમ ખેંચતાણ કરતાં રાત્રિ પડી. રાત્રિએ સ્પદ યક્ષે આવીને ભીમને કહ્યું કે “હે ભીમ! તે એક રૂપીયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપે છે, માટે તે તું સ્વેચ્છાથી ભેગવ.” એમ કહીને યક્ષ અંતર્ધાન થયે. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પથી આ દીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પિતાને ઘેર આવ્યા અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયે.
અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કાષ્ઠનું ચૈત્ય દૂર કરી સુવર્ણની વાતુ મૂર્તિ વિધિ પૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મુકી ખાતમુહુર્ત કર્યું. પછી ચિત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણુમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયે. તે પૂર્ણ થયાના સમાચાર આપનારને મંત્રીએ વધામણમાં બત્રીશ સુવર્ણની જહવા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલે છે, તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી ! કઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયે. ” તે સાંભળીને મંત્રીએ તેને બમણું વધામણ આપી. તે જોઈને પાસે બેઠેલા માણસેએ તેનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રી બો કે “મારા જીવતાં પ્રાસ દ ફાટયે તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધારે (સલાટે)ને બે લાવીને પ્રાસાદ ફાટવાનું કારણું પૂછયું. ત્યારે તેઓ છેલ્લા કે “હે મંત્રી રાજ! ભમતીવાળા પ્રાસાદની ભમતીમાં પવન પેઠે? તે નીકળી શકશે નહીં, એટલે તેને જોરથી પ્રાસાદ ફાટે છે, અને જે ભમતી વિનાને પ્રાસાદ કરીએ છીએ તે કરાવનારને સંતાન ન થાય એ લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે
संतानः मुस्थिरः कस्य, स च भावी भवे भवे ।
सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः ॥१॥ ભાવાર્થ–“કની સંતતિ અચળ રહી છે? તે તે દરેક ભવમાં થયા જ કરે છે, માટે હાલ તે મારે વાસ્તવિક એવી ધર્મસંતતિ જ છે.”
એમ વિચારીને મંત્રીએ ફરતીની બને ભીના વચમાં મજબૂત શિલાઓ મુકાવીને તે પૂરી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયે. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડ ને સત્તાણું લાખ દ્રશ્યને ખર્ચ કારીગરોને આપવામાં થયે છે, એમ પૂર્વ પુરૂષે કહે છે.
પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘ સહિત હેમચંદ્રાચાર્યને બેલાવીને મોટા ઉત્સવ પૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનીવારને દિવસે) સુવર્ણના દંડ, કળશ અને વજાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા ત્યાં દેવ