________________
૩e૪
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ચતુર્થ
आज्ञाभंग दोष-अधिकार.
મહાન પુરૂની આજ્ઞા વિરૂદ્ધ બેલવું કે વિરૂદ્ધ સમજાવવું તે જેમ દોષ છે તેજ રીતે આજ્ઞાને ભંગ કરે એટલે ફરમાને વિરૂદ્ધ વર્તવું તે પણ દેવનું કારણ છે. કેમકે મહા પુરૂની આજ્ઞા હમેશાં હિતમય હોય છે. તે છતાં તેના ગારીને અને હેતુને સમજવા વગર કે ઈરાદા પૂર્વક તેનાથી વિરૂદ્ધ વર્તન કરવાથી અનેક આપત્તિ એ આવી પડે છે તેમજ પરમવાનું બગડે છે. આવા આજ્ઞાભંગના પ્રસંગો કેવી રીતે બને છે અને તેવા આજ્ઞાવિરાધકે કેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે ? તે બતાવવા આ આજ્ઞાભંગ દેષ અધિકારને આરંભ કરવામાં આવે છે. આજ્ઞાને અનાદર કરવાથી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે.
માર્યા. (૧ થી ૯ ) इयराण चक्कुराण वि आणाभङ्गे वि होई मरणदुहम् ।
किं पुण तिलोयपहुणो निणिन्ददेवाहिदेवस्त ।। १ ।। ચક્રવતી અથવા અન્ય રાજાની આજ્ઞા ભંગ કરવાથી ભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે ત્રણ લેકના પ્રભુ દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા ભંગ કરવાથી શું દુખ ઉત્પન્ન ન થાય? અવશ્ય થાય. ૧ *
આજ્ઞામાં હિતકર ભાવના, जगगुरुजिणस्स वयणं सयलाण जियाण होइ हियकरणं । ___ता तस्स विराहणया कह धम्मो कह णु जीवदया । ॥
જગદગુરૂ નિંદ્ર ભગવાનનું વચન સમસ્ત જીવને હિતકારી છે. તે વચન વિરૂદ્ધ આચરણ કરવાથી ધર્મ ક્યાંથી મેળવી શકાય ? અથવા કેવી રીતે જીવદયા પાળી શકાય? ૨
- અજ્ઞાન ભાવે તપશ્ચર્યા, किरियाफडाडोवं अहिंसा हंति आगमविहणं ।
मुद्धाण रंजणत्थं सुद्धाणं होलणत्थाए ॥ ३ ।। જે જીવ આગમ રહિત તપશ્ચર્યાદિ ક્રિયાને આડંબર બહુ રીતે કરે છે તેથી મૂર્ખ પુરૂષ પ્રસન્ન થાય છે, પણ જ્ઞાનીઓ તે તેના તરફ નિંદાભાવથી જોવે છે. ૩
- ૧ થી ૬ ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા.