________________
પરિચ્છેદ.
યતિશિક્ષાપદેશઅધિકાર.
લાક સત્કારના હેતુ, ગુણુ વગરની ગતિ. वंशस्थ विल.
૨૬૩
गुणांस्तवाश्रित्य नमन्त्यमी जना, ददत्युपध्यालय भैक्ष्यशिष्यकान् । विना गुणान् वेषमृषेर्विभर्षि चेत्, ततष्ठकानां तव भाविनी गतिः ॥ १३ ॥
આ લેાકેા તારા ગુણાને આશ્રયીને તને નમે છે અને ઉપધિ, ઉપાશ્રય, આહાર અને શિષ્યે તને આપે છે. હવે જે ગુણુ વગર ઋષિ (યતિ)ને વેશ તું ધારણ કરતા હાઇશ તે ઠગના જેવી તારી ગતિ થશે.
ભાવાથ અર્થ સ્પષ્ટ છે. મૂળ તારા સેવકે સારાં કપડાં તને આપવા ઈચ્છે છે. ઘરમાં સારી વસ્તુ કરે તે તને પ્રથમ આમત્રણ કરે છે. પેતે ઝુપડામાં રહે છતાં તને મહેલ જેવા ઉપાશ્રયે રહેવા આપે છે અને છેવટે પેાતાના વહાલા પુત્ર પુત્રીને પણ તારા શિષ્યપણે અણુ કરો દે છે; એ અધું તારામાં સાધુપણાના ઉત્તમ ગુણા વિગેરે દશ યતિ ધર્માં છે, એમ ધારોને આપે છે. આ ગુણ્ણા વગરના તારા જીવનને તે દંભી-પાપી-ધુતારાની ઉપમાં અપાય અને જીંદગીનુ ફળ પણુ તેવુજ મળે.
આ તેરમા શ્લોકમાં લેકર જનથી અટકી મુનિપણાને ગુણુ હુણુ કરવા ઉં. પદેશ કર્યો છે, દ‘ભ-કપટ વિગેરે કરીને બહારથી દેખાવ કરનારને આ ઉપરથી બહુ સમજવાનુ છે. સ્વમાનના રૂપમાં આ જમાનામાં 'ભને સારૂ રૂપ આપવામાં આવે છે. બુદ્ધિમાન યતિએ તેમાં દભ શુ છે તે સમજી જવું જોઈએ, આ મીઠા અવગુણુ એધિવૃક્ષના ઘાત કરે છે અને પ્રાણીને પેાતાની ખરી ફરજ શું છે. તે ખ્યાલ આવવા દેતા નથી દરેક યતિ-સાધુએ યાદ રાખવુ કે તેનું કામ લેાકેાને કેવળ ખુશી કરવાનું નથી, પણ ખરાખર શુદ્ધ માગે ઢારવાનું છે, દુનિયાના ઉપદે શક હાવાના દાવા એકાંતમાં કુકર્મ કરે એવા શેખીનેાને માટે તે અધેા લેાક તૈયાર છે, પણ અત્ર કલ્પેલા મુનિવર્યાં તે મનમાં પશુ ખરામ વિચાર લાવે નદ્ઘિ અને કાયાનુ વર્તન તે બહુજ શુદ્ધ રાખે. આવા મુનિ તેજ સાધુ કહેવાય, ખાકી તા યતિના જતિ અને ગુરૂજીના ગોરજી થઇ ગયા છે.-તે શબ્દની માફક વનમાં પણ અપભ્રંશ ખતાવે છે. વીર પરમાત્મા શુદ્ધ પવનના ફેલાવા કરે !
૧ આ શ્લાક પરથી વૈરાગ્યવાન પુત્રપુત્રીને શિષ્ય તરીકે વહેારાવવાના પ્રચાર અગાઉ હતા એમ જણાય છે. એ બાબતમાં ગૃહસ્થા અને માતા ઉદાર ચિત્ત રહેતાં હતાં. તેમજ સાધુએ પણુ શિષ્યને વહેારી લેતા હતા એમ જણાય છે. એ સંબંધમાં હીરવિજયસૂરિ વિગેરેનાં દાંત પ્રસિદ્ધ છે. એ સબધમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશને છેડે સાત ક્ષેત્રના નિરૂપણમાં પુત્રપુત્રી વહેારાવવાના ક્રમ સ્પષ્ટ બતાવે છે . અને તે જ વિષયમાં શ્રી માનવિજયજી ઉપાધ્યાય ધર્મો સંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ કરે છે.