________________
પરિચ્છેદ,
કુસાધુ અધિકાર
૪૭.
હોય ? પરંતુ જનેઈના દેરામાં બ્રાહ્મણત્વ અને રાતા વસ્ત્રમાં સન્યાસીત્વ મનાય છે તેમ, મુનિત્વ પણ એવા એવા નિષિદ્ધ વ્યવહારમાં મનાઈ ગયું છે. વિરાગ, અભ્યાસ, વિચારણ, ધર્મધ્યાન, યોગાનુષ્ઠાન, પ્રજાહિતના સંક૯૫, અસ્પૃદય સાધક ઉ. પદેશ અને શિક્ષણ એનાં તે સ્વપ્નાંજ રહ્યાં છે. કોઈ કોઈ ઉપદેશકનાં વ્યાખ્યાન કવચિતજ સંભળાય છે. મનનાત મુનિને “મનન કરે છે માટે મુનિ” કહેવાય છે પરંતુ મનન શાનું? શું આહાર, નિદ્રા, ભય, મિથુનાદિ પશુધનુ ? શું કેવળ આપ સ્વાર્થનું ? પરદેષ દર્શન કે પરનિંદા કથનનું ? શાસ્ત્રનિષિદ્ધ ત્યાજ્ય વ્યવહારનું? ના, ના, એમ તે ન હોય અને નથી જ. એ મનન તે નિદ્રા, લેકવાત, શ. રીર આદિના વિસમરણ પૂર્વક આમભાવનું, શાસ્ત્રનું, લેકસ્થિતિનું, દેશકાલાદિનું, વારંવાર બદલાતી જતી જવાબદારીનું મનન છે. આવા મનનમાં મસ્ત એજ મુનિ. આવા મનનને પરિણામે નીપજતી સંશય અને વિપર્યય રહીત નિશ્ચિત કર્તવ્ય પ. દ્ધતિને ઘડવામાં અને જવાબદારી બજાવવામાં નિમગ્ન એજ મુનિ. આત્મહિત સાધી ચુકેલે, ભવસાગર તરી પાર ગયેલે, અહેતુક દયાથી લોકહિત અથે પ્રયતમાન એજ
યતિ ” આનંદ ઘનમિમાં કહ્યું છે કે “આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તે દ્રવ્ય લિંગીર.......” શાંત-દાંતા–ધીર -રાગદ્વેષ રહીત-જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમમાંજ કીડા કરનાર–પ્રીત રાખનાર-તૃમિ લેનાર તેજ પૂજ્ય-વંદનીય જૈન મુનિ છે. શાસ્ત્ર દીપના પ્રકાશવડે આવું આદર્શ મુનિત્વ સ્પષ્ટ હમજાય છે. ચિત્તગત દેના સામચ્યવશાત્ આ વાત આપણે ન સમજીએ, એ પ્રકાશથી જ્ઞાન પામી તદનુસાર ન વતીએ, તે આપણે દોષ છે, અને તેની શિક્ષા પણ આપણે જ ભોગવવી પડે છે. ભેગવીએ પણ છીએ.
તે પણ જમાન પલટાયો છે. હજુ પલટાય છે. મુદ્રણકળા, પત્રવ્યવહારાદિની થયેલી સગવડ, કેળવણીની સુલભતા, પાશ્ચાત્ય વિચારોને સહવાવાસ, નવશિક્ષિત યુવક વર્ગ, બદલાયેલા દેશકાળ સંબંધ અદિને યોગ થયો છે. અંધશ્રદ્ધા ધર્મઘેલછા, ગચ્છ ભેદનાકલહમતભેદની અસહિષ્ણુતા, હદય સંકેચ, સ્વાર્થ, આડંબર બાહ્યપૂલ, વિચારશૂન્ય, ધમભાસ, જડકિયા, પરાયણતા એ સર્વને સ્થાને કોઈ કે ઈ સ્થળે કંઈક કંઈક (સશે તો નહિજ ) ઘણે ભાગ હજી ઉપર કહી તેવી સ્થિતિમાં છે. વિચાર યુકત શ્રદ્ધા, ખરૂં ધર્માભિમાન, સહનશીલતા, હદય વિસ્તાર પરાર્થ બુદ્ધિ, તત્ત્વભાવના અને જ્ઞાનપર રૂચિ આંતરદે ટાળવાની પ્રવૃત્તિ તથા હરેકની કાં સાંભળવાની વૃત્તિ જોવામાં આવે છે. જમાને વિચાર સ્વતંત્રતાને છે. ન્યાયસિદ્ધ પ્રમાણેની કસોટીએ ચડાવેલા સિદ્ધાંતાજ સ્વીકારાય છે, દરેક સિદ્ધાંતનું રહસ્ય જોવાય છે, દરેક ક્રિયાનું પ્રજન-ફલ-વિધિ શપ છે, જેવું તેવું ચલાવી લેવામાં આવતું નથી; આવી સ્થિતિ થતી જાય છે–થવા પર છે.