SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ચતુર્થ વળી તેજ વાતમાં કેટલાક ધર્મના દાંભિક સ્વરૂપ બતાવતાં લખે છે કે હવે આપણે વામાચારીઓના ધર્મ વિધિનું નિરીક્ષણ કરીશું. એ વામ માગીઓની ધર્મ કિયાએ સાધારણ શાકતધર્મની ક્રિયાઓથી વિરૂદ્ધ છે અને વામીએ તેમને જાહેર રીતે સ્વીકાર કરે છે. તેઓ શિવની શક્તિ સ્વરૂપીણી દેવીની જ પૂજા કરે છે, પરંતુ વિશેષતઃ એ છે કે, તેઓ પોતાની ઉપાસનામાં લક્ષમી, સરસ્વતી, માતૃ, નાયકા ગી. ની, એટલું જ નહી પણ અપવિત્ર નિ ડાકિની અને શાકિનીઓને પણ સ્વીકાર લે છે એઉપરાંત વામાચારીઓ અને દક્ષિણાચારીઓ ખાસ કરીને ભેરવના રૂપમાં શિવની પણ ઉપાસના કરે છે. શિવ ઉભયમાગીઓની ઉપાસનાઓને એક સામાન્ય વિષય થઈ પડે છે. વામાચાર્યોની ધર્મક્રિયાને પ્રકાર તત્રના એક ભાગમાંથી લેવામાં આવ્યો છે અને પંથ પરત્વે તે ધર્મક્રિયા વળી ઘણા ભાગોમાં વહેંચાઈ ગએલી છે, ઉપાસના તાત્કાલિક હેતુ પ્રમાણે ઉપાસ્ય શક્તિના વિશિષ્ટ સ્વરૂપે નિયત કરેલાં છે, પરંતુ દેવીની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરતી વખતે પંચ મકાર અથવાતે એમાંના અને મુક મકાની યોજના તે અવસ્ય થવી જ જોઈએ, એ સર્વ સાધારણ નિયમ છે. માંસ, મત્સ્ય, મદ્ય, મૈથુન અને મુદ્રા એ શક્તિ ધર્મના પંચમકાર. સર્વ શબ્દને પ્રારંભ “મા” અક્ષરથી થતો હોવાથી મકાર કહેવાય છે. એ પૂજાને અંત જેવી રીતે લાવવાનું હોય તેને પ્રમાણમાં તેવા મંત્રને ઉચ્ચાર કરવામાં આવે છે અને એ મામાં બહુધા બીભત્સ અથવા અશ્લીલ અર્થે રહેલા હોય છે. જ્યારે પૂજાને અપવિત્ર આત્મા (પિશાચે) એ પર સત્તા મેળવવાને અને તેમની સાથે વાતચીત કરવાને ઉદ્દેશ હોય છે ત્યારે એક મડદુ (મનુષ્યનું મૃતશરીર) અવશ્ય જોઈએ છે. ઉપાસક મધ્યરાત્રિના ભયંકર સમયે કબ્રસ્તાન, સ્મશાન અથવા તે વધસ્થાનમાં તે મૃત શરીરને લઈને એકલે જાય છે અને તે મડદાં પર બેસીને પિશાચને જે કાંઈ નૈવેદ્ય આપવાનું હોય છે તે આપે છે. આ ક્રિયાને તે કઈ પણ પ્રકારનાં ભય વિના પાર પાડી શકે છે તે ભૂત અને ગિની આદિ પુરૂષ અને સ્ત્રી પિશાચાત્માએ તેને વશ થઈ જાય છે–તેનાં ગુલામ થાય છે એમ માને છે. એ અને ઉપાસનાના બીજા પ્રકમાં એકાંતની એજના તે અવશ્ય કરવામાં આવે છે. એ ઉપાસના વેળાએ દેવીની પ્રતિ એકૃતિ અને સજીવ પ્રતિનિધિરૂપ એક સ્ત્રીની હાજરી તો અવશ્ય હેવી જ જોઈએ. જે વિધિ બહુધા સંમિશ્રત સમુદાયમાં કરવામાં આવે છે તે એ સમુદાયમાંના પુરૂષ ભેર અને વિરે મનાય છે તથા સમુદાયમાંની સ્ત્રીએ ભૈરવી કે નાયિકારૂપ લેખાય છે. મુખ્ય સ્ત્રી મધ અને માંસ દેવીના પ્રસાદ તરીકે દેવીભકતને વહેંચી આપે છે. કેટલાક મિત્રોને ઉચ્ચાર કરવામાં આવે છે, અંગુલીવડે અશ્લીલ મુદ્રાઓને વિધિ કરાય છે, બીજા પણ કેટલાક ભિન્નભિન્ન વિધિઓ કરવામાં આવે છે અને છેવટે એ સ્ત્રી પુરૂષ દેવીભક્તના
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy