________________
પર દ.
સુસંગતિ-અધિકાર.
उत्क्षिप्ताश्चपलाशयेन मरुता पश्यान्तरिक्षे सखे !
तुङ्गानामुपरि स्थिति क्षितिभृतां कुर्वन्त्यमी पांसवः ॥ २३ ॥ સદા જે રજ (ઘેડ) જાતિથી હલકી છે, તેમ કયાંઈ પણ જે ગણના નહીસાબ) માં ગણાતી નથી અને મનુષ્યએ પિતાના પગથી જેનું મર્દન (ચૂર્ણ) કરી નાંખ્યું છે, માટે જે લાંબા વખત સુધી ભૂમિમાં સંતાઈ રહી છે અને હમણાં વેગવાળા પવનથી ઉચી ફેંકવામાં આવી છે, માટે હે મિત્ર! તું તેને આકાશમાં છે કે આ રજ ઉંચા પર્વતેની ઉપર સ્થિતિ કરી રહી છે, આમ સત્સંગ હલકા પ્રાણીને પણ ઉચ્ચ સ્થિતિ ઉપર બેસાડી દે છે, એટલા માટે તે સત્સંગ કર આમ કથનીય છે. ૨૩ સન્મહાત્મા વરત્રાદિથી સુશોભિત ન હોય તો શું તેને માન
ન આપવું ? कणे चामरचारुकम्बुकलिकाः कण्ठे मणीनां गणः, सिन्दूरपकरः शिरः परिसरे पार्थान्तिके किङ्किणी। लब्धश्चेन्नृपवाहनेन करिणा बढेन भूषाविधि
स्तत्किं भूधरधूलिधूसरतनुान्यो न वन्यः करी ॥ २४ ॥ કાનની પાસે ચામરનાં કરેલાં સુંદર કણુંભૂષણ, કંઠમાં મણિઓના સમૂહને હાર, ગંડસ્થલ ઉપર સિંદૂરનું ચિત્ર અને બાજુમાં ઘંટડીઓ, એ પ્રકારનાં આ ભૂષણ (રાજ્ય) હસ્તિને મળે છે, તેપણું પૃથ્વીની ધૂળથી ધૂળવાળું કરેલું છે પિતાનું શરીર જેણે એ વનમાં રહેનારો હસ્તિ શું માન્ય નથી? એટલે તેને માન ઘટતું નથી? અર્થાત્ આપવું ઘટે છે જ. એટલે સત્પરૂષની પરીક્ષા ઉપરના ડાળથી થતી નથી પરંતુ તેના અંતઃકરણનું નિરીક્ષણ કરી તે સન્મહાત્માને સંગ કર. ૨૪ હવે સત્સંગને મહિમા ગુર્જર કાવ્યોથી કહે છે.
इंद्रविजय ક્લકે સંગ ફુલેલ ભયે તિલ તેલ તેતે સહુકે મન ભાવૈ, પારસ કે પરસંગથી દેખિએ લેહાનું કંચન હાય વિકાર્વે; ગંગમેં જાય મિલ્ય સરિતા જલતેહ મહા જગ ઉપમા પાર્વે,
સંગત કે ફલ દેખ ચિદાનંદ નીચ પદારથ ઉંચ કહાર્વે. જ ચિદાનંદજી.
૨૫