________________
પ્રકાશન વેળાએ...
પૂજ્યપાદ સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકારભદ્રંકર-અરવિંદસૂરિ સદ્ગુરુભ્યો નમઃ
આચાર્ય યશોવિજયસૂરિ
ધર્મલાભ
"હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી" જોઈ. અધ્યેતાઓ માટે બહુ જ સુંદર, ઉપયોગી પુસ્તક છે. આવાં પુસ્તકો પ્રકાશિત કરી શ્રુતભક્તિનો લાભ લ્યો.
"હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલિ" આ પુસ્તકનું સંપાદન શ્રી દિનેશભાઈ કે. મહેતાએ અથાગ પરિશ્રમ લઈ તૈયાર કર્યું છે. તેમ ચોક્કસ જણાઈ આવે છે. અભ્યાસુવર્ગને આ બુક સવિશેષ બોધદાયક બની રહેશે.
યઙન્ત પ્રક્રિયાનો સમાવેશ કરી વ્યાકરણને જીવંત રાખવાની અનુમોદનીય શ્રુતભક્તિ કરેલ છે.
યઙલુબત્ત પ્રક્રિયાનો હવે પછીની આવૃત્તિમાં સમાવેશ થશે તો આ ગ્રન્થની અપૂર્ણતા દૂર થશે.
મહેસાણાની શ્રી યશોવિજયજી પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિનેશભાઈના આ સંપાદન કાર્યથી ગૌરવ અનુભવાય છે.
- લિ. વસંત નરોત્તમદાસ
આચાર્ય વિજય રામસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય પંડિતવર્ય (બોરીવલી, મુંબઈ)