________________
ek__sala sas://g
શ્રમણોપાસક સુશ્રાવક પં. દીનેશભાઈ,
યોગ્ય ધર્મલાભ.
વિશેષ લખવાનું કે તમે સૈમ સંસ્કૃત ધાતુરૂપાવલી જે પ્રકાશિત કરી શ્રુતભક્તિનું અણમોલ કાર્ય કરી રહ્યાં છો તે
અભિનંદનીય છે.
શ્રુત દ્વારા જ વૈરાગ્યભાવ પુષ્ટ બને છે. જેના કારણે સાધના અને ત્યાગનો પંથ પ્રગટ થાય છે.
આજના વિષમ વર્તમાનકાળમાં સાધુ-સાધ્વીજી મ.સા. માટે જ્ઞાન ખૂબ જ જરૂરી છે. જ્ઞાન એમના ચારિત્રમાં સહાયક બનશે ! ખરેખર તમારો પ્રયાસ સ્તુત્ય છે.
આવા અણમોલ ગ્રન્થરત્નને અવારનવાર પ્રગટ કરતા જ રહેશો અને આ રીતે શ્રુતભક્તિ દ્વારા તમારા જીવનમાં પણ મોક્ષની ઉચ્ચ અભિલાષા, સંસાર પ્રત્યે નફરત અને સાદું-સરળ જીવન, ઉત્તમ વિચારો ને મહાન આચારોનું આગમન થાય.
ઉત્તરોત્તર પ્રગતિ સાધી આત્મકલ્યાણ કરો એવી મંગળ ભાવના સાથે... અંતરના આશીર્વાદ છે.
તા. ૨-૫-૨૦૦૮
વિ.સં. ૨૦૬૪, ચૈત્ર વદ-૧૨, ઘોલવડ તીર્થ (મહા.)
લી. રત્નચન્દ્રસૂરિ