________________
ચોથા ગણનો ધાતુકોશ
૩૯૩
(૧૦) ક્ષુમ્ (૪ ૫. સે) ગભરાવવું, આકુળ-વ્યાકુળ થવું, ગભરાવી દેવું, ક્ષોભ પામવો સંકોચ પામવો, ખળભળવું, ક્ષુબ્ધ કરવું, વિચલિત થવું, વિચલિત કરવું, ક્રોધ કરવો, ગુસ્સે થવું, કલુષિત કરવું, વલોવાવું, ડહોળાવું, વલોવવું, મંથન કરવું, હાલવું, કંપવું, હલાવવું.
(૧૧) મર્ (૪ ૫. સે) ૧-મદ કરવો, અહંકાર કરવો, ૨-ઉન્માદ ક૨વો, ઉન્મત્ત થવું, ૩-ગાંડા થવું, ૪-ભૂલ કરવી, ૫-હર્ષ પામવો, ખુશી થવું. ૩+મદ્ ૧-ઉન્માદ કરવો, ઉન્માત્ત થવું, ૨-ગાંડા થવું. પ્ર+મદ્ ૧પ્રમાદ કરવો, આળસ કરવી, ૨-ભૂલ કરવી, ૩-ખુશ થવું (પે).
(૧૨) શ્રમ્ (૪ ૫. સે) ૧-પરિશ્રમ કરવો, મહેનત કરી, ૨તપશ્ચર્યા કરવી, ૩-વ્રત કરવું, ૪-શ્રમ લાગવો, થાકી જવું, પ-ખિન્ન થવું, ખેદ પામવો, ૬-પીડિત થવું, દુ:ખિત થવું. આ+ત્રમ્ ૧-તપસ્યા કરવી, ૨-નિવાસ કરવો, રહેવું. નિ+શ્રમ્ બેસવું. પરિ+ત્રમ્ ૧-મહેનત ક૨વી, ૨-વિસામો લેવો, થાક ઊતારવો. વિ+સ્ત્રમ્ ૧-વિસામો લેવો, થાક ઊતારવો, ૨-આરામ કરવો, ૩-અટકવું, ૪-બંધ થવું (ૐ).
(૧૩) શમ્ (૪ ૫. સે) ૧-શાંત થવું, ક્રોધરહિત થવું, ૨-શાંત રહેવું, ૩-સ્વસ્થ થવું, ૪-મનને સ્વાધીન રાખવું, પ-ઠંડુ થવું, ૬-નષ્ટ થવું, ૭-આસક્ત થવું, ૮-શાંત કરવું, ૯-આશ્વાસન આપવું. ૩૫+શમ્ ૧-શાંત થવું, ૨-શાંત કરવું, ૩-બુઝાવું, ઓલવાઈ જવું. નિ+શમ્ ૧-સાંભળવું, ૨-જોવું, ૩-જાણવું, ૪-રોકવું. પ્ર+શમ્ ૧-શાંત થવું, ૨-બુઝાવું, ઓલવાઈ જવું, ૩-ઠંડુ પડવું, ૪-મૂરઝાવું, કરમાઈ જવું. પ્રતિ+શમ્ ૧-અટકવું, ૨વિરક્ત થવું. સ+શમ્ ઠંડુ પડવું, બુઝાવું, ઓલવાઈ જવું ().
(૧૪) નન્ (૪ આ. સે) ૧-જન્મવું, જન્મ થવો, ૨-ઉત્પન્ન થવું, ૩-જન્માવવું, જન્મ આપવો, ૪-ઉત્પન્ન કરવું (Ì).
(૧૫) યુક્ (૪ આ. અનિટ) યુદ્ધ કરવું, લડાઈ કરવી, બાથુંબાથા કરવી, બાધવું, બાઝવું, ઝઘડો કરવો.