________________
પ.પૂ. તપાગચ્છાધિરાજ જ્ઞાનસાગર છે આ. શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજી
મહારાજાના આશીર્વાદ સહ કૃપાપાત્ર બની @સંપાદકીય ગત વર્ષે હૈમસંસ્કૃત ધાતુરૂપાવલી (મકારાન્ત
જ સિવાયના ગણ) પુસ્તકાકારે પ્રકાશિત કરેલ છે પુસ્તકનો પૂજ્યશ્રી તરફથી આદરભાવ ઘણો જ મળ્યો. એક વર્ષમાં પ્રથમ આવૃત્તિ પ્રાયઃ પૂર્ણ
થઈ. ત્યારબાદ પંડિતવર્યો તરફથી તથા પૂજ્યસાધુ-સાધ્વીજી મ.સા. તરફથી અકારાન્ત ગણોની ધાતુરૂપાવલીની માંગ થવા લાગી. તેથી આ અલ્પ પ્રયત્ન મારા વડે કરાયો.
સંવત-૨૦૪૩ માં સંસ્કૃત B.Ed. કરવા અમદાવાદમાં આવવાનું થયું ત્યારે સંવત-૨૦૪૪ માં પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ લુહારની પોળ ઉપાશ્રયે હતું. ત્યારે પ.પૂ. મુનિશ્રી મોક્ષરત્નવિજયજી મ.સા. ને ભણાવવાનો લાભ પૂ. આચાર્યદેવશ્રીએ મને આપ્યો. ત્યારબાદ કૃપાદૃષ્ટિ પડતાં તેઓશ્રીની પ્રેરણાથી આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાનશાળામાં ટ્રસ્ટી શ્રી જશવંતલાલ વાડીલાલને કહી મને નિયુક્ત કર્યો. “કોને ખબર પૂજ્ય આચાર્યદેવ જ્ઞાનદાનરૂપી સાગરમાં મોતીનો ચારો ચરાવતો હંસ મને બનાવશે.” જેના ફલસ્વરૂપે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજાની અચિંત્ય કૃપાથી આજે છ કલાક જ્ઞાનશાળામાં ભણાવવાનો શુભલાભ મને મળી રહ્યો છે.
તપાગચ્છાધિપતિ આચાર્યદેવની હૃદયગત ભાવનાને સાકાર સ્વરૂપ આપવા આ પુસ્તક આચાર્ય શ્રી રામસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળાના ઉપક્રમે સંયમીઓના જ્ઞાનબાગને પ્રફુલ્લિત કરવા પાણીની નીકતુલ્ય બને એ અપેક્ષાએ પપૂ. આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજાની ગચ્છાધિપતિ પદવી પ્રસંગે પ્રકાશિત કરવામાં આવેલ છે.
સંસ્કૃત ભાષાની અનેક પ્રક્રિયાનો સમાવેશ એકમાં કરી હ જ ધાતુરત્નાકરના સાત ભાગની ગરજ સારે એટલે કે (all in )