________________
અભ્યાસુના હાથમાં જ રહેશે બબ્બે હૈયામાં પણ રહેશે જ છે એ આશા રખાય.
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવાનું મન થઈ આવે છે કે મોટા ભાગના અભ્યાસુઓ ૧૦ કાળના રૂપો” બોલો, લખો-એવો વ્યવહાર કરે છે. વાસ્તવમાં ૧૦ કાળ નહીં પણ ૧૦ વિભક્તિ છે. “૧૦વિભક્તિના રૂપો એવો વાવ્યવહાર કરવો ઉચિત છે. ૧૦ વિભક્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે.
(૧) કાળલક્ષી : જેમાં વર્તમાના, હ્યસ્તની, ચુસ્તની, ભવિષ્યન્તી, પરીક્ષા અને અદ્યતની એમ ૬ વિભક્તિ આવે.
(૨) અર્થલક્ષી : જેમાં સપ્તમી, પંચમી, ક્રિયાતિપત્તિ અને આશીઃ એમ૪વિભક્તિ આવે.
સપ્તમી વિધ્યર્થ) વિગેરે ૪ ને કાળ તરીકે વ્યવહાર કરવો ઠીક નહીં.
પં.શ્રી દિનેશભાઈએ આત્મીયભાવે આ પુસ્તિકાના થોડાજ પૃષ્ઠો | નિહાળવા આપ્યા. આનંદ થયો. કાંઈક મિત્રભાવ અદા કરી શક્યાની હૈયાધારણ થઈ.
નાનકડી આ પુસ્તિકારૂપ નાવ દ્વારા-સ્વાધ્યાય સાગરનું ખેડાણ થાય, ધૃતસાગરના અનેક મૌક્તિકો-રત્નો હસ્તગત થાય. અનેકવિધ ટીકાગ્રન્થો, કાવ્યો, ચરિત્રોમાં અવગાહન થાય અને પ્રાન્ત કૈવલ્યશ્રીની પ્રાપ્તિ થાય એ જ, આ મહામહિમપળે પરમપ્રિય પરમાત્માને પ્રાર્થના.
- ૨૦૬૨, ડીસા.
રાજુ સંઘવી