________________
one) સર્વ એકમાં જ, તેવી રીતે આ પુસ્તક તૈયાર કરવામાં થોડો પુરુષાર્થ કરેલ છે. સંયમી રત્નો આના ઉપયોગ છે દ્વારા દરેક પ્રક્રિયા કંઠસ્થ કરી સાહિત્ય વાંચનાદિમાં ઘણો જ ઉંડો રસ પોષે છે. જેથી મહાપુરુષો રચિત પદાર્થોનું રહસ્ય પામી શકે તે માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થશે તેવી મને આશા છે.
આ પુસ્તકમાં ઘકારાન્ત ગણના એટલે કે પહેલો, ચોથો, છઠ્ઠો અને , દશમા ગણના કર્તરિરૂપ સંપૂર્ણ, કર્મણિરૂપ ત્રી.પુ.એ.વ, કૃદન્ત, ઈચ્છાદર્શક, પ્રેરક, યન્ત, ધાતુકોશ, ધાતુસાધિત શબ્દ અને યલુબત્તના અંગ વગેરે દરેકનો સમાવેશ કરવા પ્રયત્ન કરેલ છે.
પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયોગ અનેક પૂજ્યશ્રીઓની પ્રેરણાથી મલ્યો તથા પ્રફ સંશોધન આદિ અનેક કાર્યોમાં નિઃસ્વાર્થભાવે સહકાર મળેલ તે ઉપકારની વિસ્મૃતિ કેમ કરી શકાય?
પં. શ્રી અરવિંદભાઈ એસ. (રાધનપુર), પં. શ્રી રાજેન્દ્રભાઈ એસ. (નવાડીસા), પં. શ્રી પ્રફુલ્લભાઈ એન.(અમદાવાદ), શ્રી વિનુભાઈ સોમચંદ મોદી (અમદાવાદ) વગેરેએ પોતાનો કિંમતી સમય આના કુફ સંશોધન માટે આપેલ છે. તેઓનો હું ખૂબજ ઋણી છું.
વાગડ સમુદાયના સા. શ્રી પ.પૂ. સુવર્ણરેખાશ્રીજી મ.સા. ના શિષ્યા | શ્રી સ્મિતવદનાશ્રીજી મ.સા. તથા શ્રી સુરભિગુણાશ્રીજી મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પપૂ. સા. શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. ના સાધ્વીજી મહારાજ સાહેબે મુફ સંશોધન આદિમાં ઘણો જ સહકાર આપેલ છે. તેઓની ભૂરીભૂરી અનુમોદના કરું છું.
આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાનશાળા તથા શ્રી જિનપ્રભસૂરી સંસ્કૃત પાઠશાળામાં અધ્યયન કરવા આવનાર સંયમીઓને અભ્યાસ કરાવતા પ્રાપ્ત થયેલ અનુભવથી તથા તેઓશ્રીના આશીર્વાદથી આ કાર્ય થયેલ છે.
ભરત ગ્રાફિક્સવાળા શ્રી ભરતભાઈએ પણ દરેક રીતે અનુકૂળતા કરી ભક્તિભાવે ઘણો જ સહકાર આપેલ છે. તેઓશ્રીએ પુસ્તક પ્રકાશનનું fછેકાર્ય બિઝનેસરૂપ નહીં માનતાં ભક્તિરૂપ માનેલ છે.
- દિનેશચંદ્ર કે. મહેતા ભરો.