________________
પહેલા ગણના ધાતુકોશ
૨૬૧
ઘૂમવું, ૬-પ્રદક્ષિણા આપવી, ૭-વીંટળાવું, ૮-વીંટાળવું, લપેટવું, ૯ઘુમાવવું, ફેરવવું, ૧૦-બદલવું, ૧૧-ક૨વું, ૧૨-વારંવાર કરવું, ૧૩વ્યવસ્થા કરવી, ૧૪-તત્પર થવું, તૈયાર થવું, ૧૫-નિવૃત્ત થવું, ૧૬સૂકવવું, ૧૭-દુ:ખ દેવું, ૧૮-વિલીન થવું, ૧૯-ભણેલા પાઠને યાદ કરવો, આવૃતિ કરવી. +વૃત્ ૧-પરિભ્રમણ કરવું, ૨-મૃત્યુ થવું, મરીને બીજે જન્મ લેવો. ૩-કર્મનાં પરમાણુઓની લઘુ-સ્થિતિને હટાવી લાંબી સ્થિતિ કરવી, ૪-ઉદ્ધવર્તન કરવું, શરીરે અમુક બારીક પદાર્થ ઘસી શરીર ઊપરથી મેલ તેલ વગેરે દૂર કરવું, ૫-શરીરનાં પડખાં ફેરવવાં, ૬ઉત્પન્ન થવું, ૭-ઉદય થવો, ઉન્નતિ થવી. પ+વૃત્ ૧-મરવું, મૃત્યું થવું, મરીને બીજે જન્મ લેવો. નિ+વૃત્ ૧-પાછું આવું, ૨-પાછું હટવું, ૩રોકાવું, ૪-નિવૃત્ત થવું, નિવૃત્તિ લેવી. તિ+વૃત્ ૧-ઉત્પન્ન કરવું, બનાવવું, ૨-તૈયાર કરવું, ૩-પૂર્ણ કરવું, ૪-સ્વસ્થ થવું. પા+વૃત્ ૧-પાછું વળવું, પાછું ફરવું, ૨-બદલવું, પલટવું. પ+િવૃત્ ૧-ચક્રાકાર ઘૂમવું, ૨-પાછું વળવુ, પાછું ફરવું, ૩-આગળ જવું, ૪-તેજસ્વી હોવું, ૫-બલવાન હોવું, ૬-અદલ બદલ કરવું, ૭-બદલવું, પલટવું, ૮-ઘેરવું, ૯–ઢાંકવું, ૧૦લપેટવું. પ્રવૃત્ ૧-પ્રવૃતિ કરવી, કામે લગાવું, ૨-શરૂ કરવું. વિ+વૃત્ ૧પાછું ફરવું, ૨-ચક્રાકાર ઘૂમવું, ૩-ઘૂમીને પડી જવું, ૪-વિચરવું, વિહાર કરવો, પ્રવાસ ક૨વો, ૫-ઉત્પન્ન થવું, ૬-નિવૃત્ત થવું, ૭-વર્તવું, હોવું. વિપરિ+વૃત્ ૧-ભ્રાંતિ થવી, ૨-બદલાઈ જવું, ૩-પાછું ફરવું. સમમિ+વૃત્ ૧-કૂદીને જવું, ૨-ઊડી જવું. સમા+વૃત્ ૧-તત્પર થવું, તૈયાર થવું, ૨નમવું, ૩-નમ્ર થવું, ૪-આધીન થવું ().
(૪૪) શુમ્ (૧ આ. સે) ૧-શોભવું, સુંદર હોવું, ૨-ચળકવું, દેદીપ્યમાન હોવું, ચકચકિત હોવું, ૩-યોગ્ય હોવું, લાયક હોવું.
(૪૫) સેવ્ (૧ આ. સે) ૧-સેવા કરવી, ભક્તિ કરવી, ૨પૂજવું, પૂજા કરવી, ૩–આરાધવું, આરાધના કરવી, ૪-સારવાર કરવી, માવજત કરવી, ૫-નોકરી કરવી, ૬-સંભાળવું, સંભાળ લેવી, ૭–