________________
૨૫૮
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧ ચોરવું, ૬-યજ્ઞ કરવો. હૂ ૧-ઉદ્ધાર કરવો, આપત્તિને દુર કરી સુખી કરવું, ર-જીર્ણ મંદિરાદિને સુધરાવવું, સંસ્કારિત કરવું, ૩-ઊંચુ કરવું, ૪ઊંચે ફેંકવું, પ-બીજા ગ્રન્થ યા લેખના અમુક ભાગની નકલ કરવી. ૬મુક્ત કરવું, ૭-દેશમાંથી કાઢી મુકવું, દેશનિકાલ કરવો, ૮-દૂર કરવું, ૯ઊખેડી નાખવું, ૧૦-ખેંચીને બહાર કાઢવું. ૩+૧-ઉદાહરણ આપવું, દૃષ્ટાંત દેવું, ર-દષ્ટાંતપૂર્વક સ્પષ્ટ કરવું, ૩-કહેવું, બોલવું. ૩૫+૮ ૧-ભેટ આપવી, નજરાણુ કરવું, ર-સત્કાર કરવો, ૩-પૂજા કરવી, ૪-દેવું આપવું, પ-ઊપસ્થિત કરવું ૬-નજીક લાવવું, ૭-અલ્પ ભોજન કરવું. ૩૫+હૃ ૧-ઊપસંહાર કરવો, સારાંશ કહેવો, ૨-સમાપ્ત કરવું, ૩-સંકોચવું, સંકોડવું, ૪-સમેટવું, આટોપવું, પ-એકઠું કરવું, ૬-દૂર કરવું, ૭-રાખી લેવું, ન આપવું, ૮-નષ્ટ કરવું. ૩૫+ઠ્ઠ ૧-આણવું, લાવવું, ર-લેવું. નિ+ ૧વિષ્ટાનું વિસર્જન કરવું, મળનો ત્યાગ કરવો, ૨-હિમ પડવું, ૩-ટાઢથી દૂઠવાઈ જવું, અકડાઈ જવું. નિર્દૂ ૧-બહાર કાઢવું, ર-દૂર કરવું, ખસેડવું, ૩-બહિષ્કાર કરવો, ૪-અપમાન કરવું, ૪-વિષ્ટાનું વિસર્જન કરવું, મળનો ત્યાગ કરવો. નિરી+É ઊપવાસ કરવો, નિરાહાર રહેવું. પરિ+દ ૧-દૂર કરવું, ખસેડવું, ર-પરિત્યાગ કરવો, ૩-રોકવું, અટકાવવું, ૪-છીનવી લેવું, પ-પરિભોગ કરવો, આસેવન કરવું, ૬-સમાધાન કરવું, નિરાકરણ કરવું, ૭-સાર કાઢવો, તત્વ કાઢવું, ૮-ગાળ દેવી, ૯-શાપ આપવો, ૧૦-નિંદવું. + પ્રહાર કરવો, માર મારવો. પ્રતિ+હ ૧-નજર રાખવી, ધ્યાન રાખવું, ૨-ફરીથી પૂર્ણ કરવું, ૩-સામેથી હરણ કરવું. પ્રતિસ+૮ ૧-ત્યાગ કરવો, છોડી દેવું, ર-રોકવું, અટકાવવું, ૩-વારવું, મનાઈ કરવી, ૪-સમેટવું, આટોપવું, પ-પાછું લઈ લેવું, ૬-ઊંચે લઈ જવું, ૭-અપયશ કરવો. પ્રતિસમા+હું પાછું ખેંચી લેવું. પ્રત્યા+હં સંક્ષેપ કરવો, ટુંકાવવું, એકાગ્રપણે ધ્યાન ધરવું, ઉપદેશ દેવો. પ્રત્યુદ્રા+૧વિરૂદ્ધ ઉદાહરણ-દષ્ટાંત આપવું, ર-વિરૂદ્ધ બોલવું. વિ+ ૧-વિહાર કરવો, પર્યટન કરવું, વિચરવું, ર-જવું, ગમન કરવું, ૩-રહેવું, સ્થિત થવું, સ્થિતિ કરવી, ૪-વિનોદ કરવો, પ-વિલાસ કરવો, ૬-રમવું, ખેલવું.